સદીના મહાનાયક અમિતાભ બચ્ચનજીને શહંશાહનો ખિતાબ માત્ર તેના અભિનયના આધારે જ નહિ પણ તેની દરિયાદિલીના આધારે પણ આપવામાં આવ્યો છે. ઘણા મૌકાઓ પર તેમણે એવા કામ કર્યા છે જેનો કોઈએ વિચાર પણ કર્યો ન હોય. એવામાં તાજેતરમાં જ અમિતાભજીએ પોતાના મેકઅપ મૈન દિપક સાવંતના સલૂન સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં પહોંચીને દરેકને ચોંકાવી દીધા હતા. દિપક આગળના પાંચ દશકથી અમિતાભજીનો મેકઅપ કરી રહ્યા છે. આગળના દિવસોમાં પોતાના સલૂનના 40 વર્ષ પુરા થવા પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પણ એ અપેક્ષા ન હતી કે અમિતાભજી પણ અચાનક જ આ કાર્યક્રમમાં પોતાની હાજરી આપશે.

દિપક અમિતાભજીને પોતાના સલૂનમાં જોઈને હેરાન જ રહી ગયા હતા. તેમણે પોતાની ખુશી વ્યક્ત કર્યા કહ્યું કે,”મેં જ્યારે બચ્ચન સાહેબજીને કાર્યક્રમમાં આવતા જોયા તો હું મારી આંખો પર વિશ્વાસ જ કરી રહ્યો ન હતો. હું આશ્ચર્યમાં આવી ગયો હતો. તેમણે અમને જીવનભર માટે આ ભેંટ આપી છે.

હું અને મારો પરિવાર તેને ક્યારેય પણ નહિ ભૂલીએ. અમે તેનાથી વધારે કોઈપણ વસ્તુની પ્રાર્થના કરી શકતા ન હતા. અમે બચ્ચન સાહેબ અને તેના પરિવારનો આભાર માનીએ છીએ. તેઓએ અમને હંમેશા એક પરિવારની જેમ જ માન્યા છે. તેઓ દ્વારા જ આજે હું સફળ છું.”

જણાવી દઈએકે અમિતાભજી આ વર્ષે ફિલ્મ ઝુંડ, ચેહરે, ગુલાબો સીતાબો અને બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ ચેહરે રૂમી જાફરી દ્વારા નિર્દેશિત ફિલ્મ છે, જે એક મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ છે, ફિલ્મમાં અમિતાભજી એક વકીલની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં ઇમરાન હાશ્મી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

જ્યારે ગુલાબો સીતાબો એક કૉમેડી ફિલ્મ છે જેનું નિર્દેશન શૂજીત સરકારે કર્યું છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના પણ ખાસ કિરદારમાં છે.

જ્યારે ફિલ્મ ઝુંડ માં તે એક ફૂટબોલ કોચના રોલમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન નાગરાજ મંજુલે એ કર્યું છે. આ સિવાય ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને પણ અમિતાભજી લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં મુખ્ય કિરદારમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર છે, આ ફિલ્મ આ જ વર્ષે રિલીઝ થઇ શકે તેમ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ