અમિતાભ બચ્ચનજી ના શો ‘કૌન બનેગા કરોડપતિ’માં દરેક કન્ટેસ્ટેન્ટ પૈસાની સાથે સાથે લોકોનું દિલ પણ જીતી લેતા હોય છે, એવામાં અમુક કન્ટેસ્ટેન્ટનું જીવન એટલું દર્દભર્યું હોય છે કે તે લોકોને ભાવુક કરી દેતું હોય છે. એવામાં શો ના એક એપિસોડમાં એક મહિલાની દર્દભરી કહાની સાંભળીને અમિતાભજી પણ ભાવુક થઇ ગયા હતા.

જયપુરની રહેનારી મહિલા અર્પિતા યાદવ કૌન બનેગા કરોડપતિ શો માં પહોંચી હતી. અર્પિતા એક દિવ્યાંગ બાળકોની ટીચર છે અને તેનો દીકરો પણ આમાંનો જ એક છે.

સોની ટીવી એ એક પ્રોમો રિલીઝ કર્યો હતો જેમાં અર્પિતા પોતાના દીકરા નિર્ભયના જન્મ સમયની કહાની જણાવી રહી છે.દીકરાની કહાની કહેતા કહેતા અર્પિતા રોવા લાગી હતી.

અર્પિતાએ કહ્યું કે આજે તે પોતાના દીકરા પર ગર્વ કરે છે પણ જ્યારે તે જન્મ્યો હતો ત્યારે ભગવાનથી નારાજ થઇ હતી. અર્પિતાએ કહ્યું કે,”જ્યારે નિર્ભયનો જન્મ થયો ત્યારે હું ભગવાન સાથે ખુબ લડી અને પોતાના જ પરિવારથી નારાજ થઇ અને એક લાંબી લાઈ લડી”.

અર્પિતાએ કહ્યુ કે, તેના દીકરાની બીમારીનો કોઈ જ ઈલાજ નથી, ઉંમર પણ નાની છે વધારે માં વધારે તે 20 વર્ષ જ જીવી શકે તેમ છે. અર્પિતાની વાત સાંભળીને અમતાભજીએ તેના હોંસલાને વધાર્યું અને તેના માટે એક કવિતા પણ કહી. અમિતાભજી કહે છે કે,”संतान की बेहतरी के लिए अगर एक मां जिद पर अड़ जाती है, इंसान ही नहीं भगवान से भी लड़ जाती है, मकसद सच्चाई है तो सीना ठोक के यही कहो, झुकना होगा दुनिया तुमको, विश्वास में अपने खड़े रहो…अड़े रहो…।
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks