ખબર ફિલ્મી દુનિયા

ઋષિ કપૂરના નિધનના સમાચાર આપતો મેસેજ શા કારણે અમિતાભે ડીલીટ કર્યો? બબાલ થઇ ગઈ, જાણો વિગત

આજે સવારે જ બોલીવુડમાંથી એક બીજા દુઃખદ સમાચાર મળ્યા, ગઈકાલના ઇરફાન ખાનના નિધનના દુઃખમાંથી હજુ દેશ બેઠો થયો નહોતો ત્યાં જ અભિનેતા ઋષિ કપૂરના નિધનના સંચરે બૉલીવુડ સમેત આખા દેશને શોકમાં મૂકી દીધો. ઋષિ કપૂરના નિધનના સૌ પ્રથમ સમાચાર અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવેલી એક ટ્વીટ દ્વારા જાણવા મળ્યા હતા, પરંતુ થોડા સમય બાદ અમિતાભે એ ટ્વીટ ડીલીટ કરી નાખી હતી. જેના બાદ ચાહકો અમિતાભની એ ટ્વીટ ડીલીટ કરવાનું કારણ જાણવા માંગી રહ્યા છે.

Image Source

ઋષિ કપૂરના અવસાન થયાના સૌ પ્રથમ સમાચાર અમિતાભ બચ્ચને જ આપ્યા હતા, તેમને ટ્વીટ કરીને લખ્યું હતું કે: “ઋષિ કપૂર ચાલ્યો ગયો, તે હંમેશા માટે ચાલ્યો ગયો, હું ખરાબ રીતે તૂટી ગયો છું.” પરંતુ આ ટ્વીટ કરવાના થળોએ સમય બાદ જ અમિતાભે આ ટ્વીટ ડીલીટ કરી નાખી હતી.

Image Source

જો કે હજુ પણ અમિતાભ તરફથી એવી કોઈ જાણકારી આપવામાં નથી આવી કે તેમને કયા કારણથી આ ટ્વીટ ડીલીટ કરી છે, અમિતાભ અને ઋષિ કપૂરના ચાહકો હવે આ વાત જાણવા માંગે છે, તેમના મનમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉદભવી રહ્યા છે. જેના કારણે લોકો સોશિયલ મીડિયામાં આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છે.

Image Source

ઋષિ કપૂરના પરિવારજનોએ પણ લોકોને અપીલ કરી છે કે તેમના અંતિમ સંસ્કાર દરમિયાન પણ ભીડ ભેગી ના થાય, અને લોકડાઉનના નિયમોનું પાલન કરે.

Author: GujjuRocks Team