ખબર

અમિતાભ બચ્ચન પર ભારે પડી ગયો આ સ્પર્ધક, એવો સવાલ પૂછ્યો કે બીગ બી ન આપી શક્યા જવાબ

અમિતાભ બચ્ચન નો શો ‘કૌન બનેગા કરોડપતિ-11’ માં દેશના ખૂણે ખૂણેથી સ્પર્ધકો આવી રહ્યા છે અને પોતાનો બેસ્ટ પ્રયત્ન કરી રહ્યા છે. એવામાં આગળના એપિસોડમાં પંજાબના રહેનારા ઈંશ્યોરેંસ મેનેજર અભિષેક ઝા ને અમિતાભજીની સામે હોટ સીટ પર બેસવાનો મૌકો મળ્યો હતો.

Image Source

શો ના દરમિયાન અભિષેકે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસાઓ કર્યા હતા. અભિષેકે અમિતાભજીને જણાવ્યું કે તેને બાળપણથી હકલાવાની સમસ્યા છે, જેને લીધે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં અભિષેકે અમિતાભજીને એવો સવાલ પૂછ્યો કે અમિતાભજી પોતે પણ તેનો જવાબ આપી શક્યા ન હતા.

Image Source

અભિષેકે પૂછ્યું કે,ભારતીય સિનેમાના 100 વર્ષ પુરા થયા પર એક ફિલ્મ ‘બોમ્બે ટૉકીજ’ આવી હતી. આ ફિલ્મમાં તમે જ(અમિતાભજીએ) પોતાનો જ કિરદાર નિભાવ્યો હતો. આ ફિલ્મમાં જ્યારે એક વ્યક્તિ ટેક્સીથી પોતાના ઘરે જાય છે ત્યારે તેને 5000 રૂપિયા ચૂકવવા પડે છે”.

Image Source

”તો હું જાણવા માંગુ છું કે વાસ્તવમાં સ્ટેશનથી તમારા ઘર સુધીની ભાડું 5000 રૂપિયા છે?” જવાબમાં અમિતાભજી કહે છે કે મોટા-મોટા શહેરોમાં રસ્તાઓ પણ મોટા અને લાંબા હોય છે તો ઘણીવાર આટલું ભાડું થઇ જાય છે. પણ અમિતાભજીના આવા જવબાથી અભિષેક સંતુષ્ટ થતા નથી.

Image Source

તે કહે છે કે,”ફિલ્મમાં ડ્રાઇવરે તો કહ્યું હતું કે જો કોઈ ખાન, ખન્ના કે કપૂરના ઘરે જાવાનું હોત તો 500 માં પણ તેમના ઘરે લઇ જઈ શકું, પણ તમે બચ્ચનજીને ત્યાં આવ્યો છો માટે 5,000 રૂપિયામાં લઇ રહ્યા છીએ. અભિષેકની વાત સાંભળીને બચ્ચનજી અને હાજર દર્શકો હસવા લાગે છે. શો માં અભિષેક 6 લાખ 40 હજાર રૂપિયા જીતવામાં કામિયાબ રહ્યા છે.

જુઓ વિડીયો…

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.