મનોરંજન

સદીના શહેનશાહે ખરીદી કરોડો રૂપિયાની નવી લકઝરી કાર, બંગલા પર જ લીધી ચાવી- હવે સોશિયલ મીડિયા પર યુઝર્સ કરી રહ્યા છે ટ્રોલ

બીગબીએ કોરોનામાં કરોડોની કાર લીધી તો જાણો કેમ સોશિયલ મીડિયા પર યુઝર્સ કરી રહ્યા છે ટ્રોલ

કોરોના વાયરસની મહામારીમાં આપણા પૈકી ઘણા લોકો ખરાબ સમય વિતાવી રહ્યા છે.  તો બીજી તરફ અર્થવ્યવસ્થા પણ ખરાબ રીતે ડગમગી ગઈ છે. કોરોના જેવી મહામારીને કારણે ઘણા લોકોએ તેની નોકરી ગુમાવી દીધી છે. ભારતમાં હાલ જીડીપીનો દર 23.9 સુધી ઘટી ગયો છે. જે અત્યાર સુધીનો સૌથી ખરાબ છે. આ કારણે કઠિન સમયમાં નિરાશ થનારા લોકો હવે અમિતાભ બચ્ચન પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભ બચ્ચનની હાલમાં જ નવી તસ્વીર સામે આવી છે. જેમાં બીગ-બી તેની લકઝરી કાર સાથે પોઝ દેતા નજરે ચડે છે. અમિતાભ બચ્ચને હાથમાં ચાવી પકડીને નવી આવેલી કારનું  સ્વાગત કરે  છે. અમિતાભે મર્સીડીઝ એસ ક્લાસ ખરીદી છે. જેની કીંમત 1.38 કરોડ થી  2.78 કરોડ સુધીની છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

અમિતાભ બચ્ચનની આ મહામારી દરમિયાન નવી લકઝરી કાર ખરીદવું અમુક વર્ગને પસંદ નથી આવ્યું.  સોશિયલ મીડિયા યુઝર્સ અમિતાભ બચ્ચનને કોરોના કાળમાં નવી કાર ખરીદવાના ફેંસલા પર ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે, શો ઓફ બંધ કરીને જરૂરિયાત મંદની મદદ માટે આગળ આવવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે હાલમાં જ ‘કૌન બનેગા કરોડપતિ-12’ નું શૂટિંગ ફરીથી શરૂ કર્યું છે. અમિતાભ બચ્ચનએ એક્ટર પૈકી એક છે જેને લોકડાઉનમાં પણ શુટીંગ કરી રહ્યા હતા. તે સમયે જ તેને કોરોના પોઝીટિવ આવ્યો છે. લગભગ 1 મહિના સુધી નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.