ફિલ્મી દુનિયા

અમિતાભ બચ્ચનના લાંબા સમયથી સેક્રેટરી રહેલા શીતલ જૈનનું નિધન, જુવો તસ્વીરોમાં એશ્વર્યા રાય અમિતાભએ હાજરી આપી

અમિતાભ બચ્ચનના લાંબા સમય સુધી સેક્રેટરી રહેલા અને ફિલ્મ પ્રોડ્યુસર, શીતલ જૈનનું આજે નિધન થઇ ગયું છે. આ વાતની જાણકારી ફિલ્મ સમીક્ષક કોમલ નાહટાએ ટ્વીટર પર ટ્વીટ કરીને આપી છે. તેમને શીતલ જૈનની તસ્વીર શેર કરીને લખ્યું, “દુઃખદ ખબર, શ્રીમાન શીતલ જૈન આપણા વચ્ચે નથી રહયા. આજે સવારે તેમનું દેહાંત થયી ગયું.’ તેઓ 35 વર્ષ સુધી અમિતાભ બચ્ચનના સેક્રેટરી રહયા હતા. તેમના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ છે.

Image Source

અમિતાભ બચ્ચને જયારે કારકિર્દીની શરૂઆત કરી હતી એ સમયથી જ શીતલ તેમના સેક્રેટરી રહયા હતા. ત્રણ દાયકાઓ જેટલો લાંબો સમય તેમને અમિતાભ બચ્ચન સાથે વિતાવ્યો હતો. તેમના શોક પર બોલીવૂડના ઘણા મોટા દિગ્ગ્જ્જોએ શોક વ્યક્ત કર્યો છે. તેમની અંતિમ વિદાઈમાં અમિતાભ બચ્ચન સાથે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પણ પહોંચ્યા.

 

View this post on Instagram

 

#amitabhbachchan lost his long time secretary #sheetaljain today. #rip

A post shared by Viral Bhayani (@viralbhayani) on

અનુપમ ખેરે પણ તેમને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપીને લખ્યું, ‘પ્રોડ્યુસર શ્રી શીતલ જૈનના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું. હું તેમને લાંબા સમયથી ઓળખતો હતો. તેઓ ખૂબ જ ડિગ્નીફાઈડ અને પોલાઈટ હતા. ભગવાન તેમના પરિવારને શક્તિ આપે.’

ફિલ્મ મેકર મધુર ભંડારકરે પણ સોશિયલ મીડિયા પર તેમના જવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું, તો ફિલ્મમેકર સુભાષ ઘાઇએ પણ દુઃખ જતાવ્યું હતું. અહીં નોંધનીય છે કે શીતલ જૈન લગભગ લાંબા સમયથી અમિતાભ બચ્ચનના સેક્રેટરી હતા. તેમને વાસુ ભગનાની સાથે મળીને અમિતાભ અને ગોવિંદાને લઈને ફિલ્મ બડે મિયાં છોટે મિયાં પ્રોડ્યુસ કરી હતી.

 

View this post on Instagram

 

#aishwaryaraibachchan at late #sheetaljain funeral #rip

A post shared by Viral Bhayani (@viralbhayani) on

અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય શીતલ જૈનની પ્રાર્થના સભામાં પહોંચ્યા. ફિલ્મોની વાત કરીએ તો અમિતાભ જલ્દી જ અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks