મનોરંજન

અમિતાભ બચ્ચને પહેર્યું હાઈટેક માસ્ક, વીડિયો જોઈને ચાહકો થયા પાગલ, તમે પણ જુઓ

શહેનશાહના આ હાઇ-ટેક માસ્કને જોતા જ તમારું મગજ ચકરાઈ જશે, વિડિયોમાં જુઓ શું ખાસ છે?

બોલીવુડના મહા નાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા ઉપર હંમેશા સક્રિય રહે છે. તે પોતાના જીવન વિશે પણ સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને જણાવતા હોય છે. ક્યારેક તે થ્રો બેક તસવીરો તો ક્યારેક વીડિયોના કારણે ચર્ચામાં બનેલા રહે છે. પરંતુ હવે અમિતાભ બચ્ચન પોતાના માસ્કના કારણે ટ્વીટર ઉપર છવાઈ ગયા છે.

થોડા સમય પહેલા જ અમિતાભે પોતાના ટ્વીટર ઉપર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એક નવા અંદાજમાં માસ્ક પહેરીને નજર આવી રહ્યા છે. વીડિયોની અંદર તે માસ્ક પહેરે છે અને બધાને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. તેમનો આ વીડિયો 26 જાન્યુઆરીનો છે.

પરંતુ જયારે અમિતાભ વાત કરવા માટે પોતાના હોઠ હલાવે છે ત્યારે માસ્કની અંદર રહેલી લાઈટ પણ તે હિસાબથી મુવ કરે છે. હવે આ માસ્કને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઘણા લોકો આ વીડિયોની અંદર મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે. સાથે જ બિગ બીના દરેક નવાપણાને અપનાવવાના સ્વભાવની પણ પ્રસંશા કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કકે અમિતાભ બચ્ચનના અવાજમાં કોરોનાની કોલરટ્યૂન પણ બનવામાં આવી હતી. થોડા સમય બાદ આ કોલરટ્યૂનનો પણ લોકોએ વિરોધ કર્યો હતો.

અમિતાબ બચ્ચનના વર્કફ્રન્ટની જો વાત કરવામાં આવે તો જલ્દી જે તે ઇમરાન હાશ્મી સાથેની ફિલ્મ “ચહેરે”માં નજર આવશે. આ ઉપરાંત તે નાગરાજ મંજુલેની “ઝુંડ”  અને અયાન મુખર્જીની “બ્રહ્માસ્ત્ર” પણ નજર આવશે.