મનોરંજન

અમિતાભ બચ્ચનને હોસ્પિટલથી પરત ફરતા જ ‘વહુ’ને લઈને કહી આ વાત- વાંચીને મન ભરાઈ જશે

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને ચાર દિવસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અમિતાભ બચ્ચનને શુક્રવારે રજા આપ્યા બાદ પત્ની જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન સાથે જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. બિગ બી હંમેશા ટ્વીટર પર તેના વિચાર શેર કરતા રહે છે, ત્યાર હાલમાં જ એક ટ્વીટ કરી ‘વહુ’ નો ઉલ્લેખ કર્યા હતો.


ટ્વીટર પર એક્ટિવ રહેનારા બિગ બીએ હાલમાં જ મહિલાઓ સાથેના ભેદભાવને લઈને એક ટ્વિટ કર્યું હતું. બિગ બીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘લોકો કહે છે કે આ અમારા ઘરની વહુ, પરંતુ એવું નથી કહેતા કે આ ઘર અમારી વહુનું છે.’


આ પહેલા પણ અમિતાભ બચ્ચને તેમના રોજિંદા જીવનની વાત શેર કરી હતી. તેમને બ્લોગમાં લખ્યું હતું કે, ‘દર્દથી થોડો આરામ મળ્યો તો દુનિયા અચાનક ખૂબ જ સુંદર લાગવા લાગી. આજે દુનિયા એક ચમકદાર સૂરજની જેમ ચમકી રહી છે. ખૂબ જ શાંતિ છે, અહીં દેખભાળ માટે સારી વ્યવસ્થા છે.

 

View this post on Instagram

 

Deepavali JI anek anek shubhkamanayein .. आप सब की दीपावली शुभ हो

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on


બિગ બીએ આગળ લખ્યું હતું કે, વધારેમાં વધારે સમય કામમાં વીતે છે એટલે તે ઉગેલો અને ચમકદાર સૂરજ ક્યારે પણ જોઈ નથી શકતા. ક્યારેક ઘરમાં, ક્યારેક કારમાં, ક્યારેક વેનમાં તો ક્યારેક સ્ટુડિયોમાં સમય વીતે છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on


‘સમજવા વિચારવા માટે ઘણો સમય છે પરંતુ થોડા સમય બાદ બધું ચાલ્યું જશે.’ આ આખા બ્લોગમાં બિગ બીએ લખ્યું હતું કે,જિંદગીને વધારે પડતી લાઈટલી લેવી ના જોઈએ તેમાંથી થોડો સમય પોતાના માટે પણ કાઢવો જરૂરી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.