ખબર

સુષમા સ્વરાજના નિધન પર અમિતાભ બચ્ચન થયા દુઃખી, દર્દનાક શબ્દો સાથે કહ્યું કે…

પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના કદાવર નેતા સુષમા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે દિલ્લીના AIIMS હોસ્પિટલમાં નિધન થયું. ગઈ રાતે હાર્ટએટેક આવવાથી તેમનું નિધન થયું. સુષમા સ્વરાજને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યા તેઓએ અંતિમ શ્વાસ લીધા. આજે તેમના અંતિમ સંસ્કાર લોઢી રોડ સ્થિત શબદાન ગૃહમાં કરવામાં આવશે.

જણાવી દઈએ કે તબિયત ખરાબ થવા પર સુષમા સ્વરાજને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યા ડોક્ટરોની એક ટિમ સતત તેમની સ્થિતિ પર નજર રાખીને બેઠી હતી. પરંતુ થોડા સમય બાદ જ તેમને અંતિમ શ્વાસ લીધા. જે સમયે સુષમા સ્વરાજનું નિધન થયું એ સમયે તેમના પતિ અને પરિવારના અન્ય સભ્યો તેમની સાથે હાજર હતા.

Image Source

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને પણ શોખની લાગણી વ્યક્ત કરતા સુષમા સ્વરાજને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમને ટ્વીટ કરીને લખ્યું, ‘એક અત્યંત દુઃખદ સમાચાર! એક ખૂબ જ પ્રબળ રાજનીતિજ્ઞ, એક મિલનસાર વ્યક્તિત્વ, એક અદભૂત પ્રવક્તા. આત્માની શાંતિ માટે પ્રાર્થના.’

અમિતાભ બચ્ચને તેમના નિધનના ખબર સાંભળ્યા બાદ મોડી રાતે આ ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં તેમને સુષમા સ્વરાજ સાથેની પોતાની એક જૂની તસ્વીર પણ શેર કરી છે. સુષમા સ્વરાજના નિધન બાદ બધા લોકો ખૂબ જ દુઃખી છે. તેમના નિધનથી આખા દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. લોકો ટ્વીટર પર ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહયા છે. ત્યારે બોલિવૂડની હસ્તીઓ પણ ટ્વીટર પર ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks