ખબર ફિલ્મી દુનિયા

ખુશખબરી…મહાનાયક આખરે જીતી ગયા જંગ, કોરોનાને ધોબીપછાડ આપી…જાણો વિગત

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના ટોપ 1 અભિનેતા અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં છેલ્લા 11 જુલાઈથી કોવિડ 19ની સારવાર લેતા હતા. આજે એટલે કે 2nd ઓગસ્ટના રોજ શહેનશાહ અમિતાભનો કોવિડનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેમને

Image Source

આજે જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જુનિયર બચ્ચન તરીકે ઓળખાતા અભિષેક બચ્ચનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તે હોસ્પિટલમાં જ એડિમટ છે.

અભિષેકે બે ટ્વીટ કરી હતીજેમાં પહેલી ટ્વીટમાં જણાવ્યું કે મારા ફાધરનો કોવિડ 19નો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે તેઓ ઘરે રહીને આરામ કરશે. તમારી પ્રાર્થના તથા શુભેચ્છા માટે તમારો આભાર.

આની પહેલાં વિશ્વસુંદરી અને બચ્ચન ફેમિલીની વહુ એશ્વર્યા રાય બચ્ચનના ફેન્સ માટે ખુબ સારા સમાચાર આવ્યા હતા. કોવિડને હરાવીને એશ્વર્યા રાય અને તેની પુત્રી આરાધ્યાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

Image Source

14 જુલાઈએ અહેવાલ આવેલા કે એશ્વર્યા અને તેની દીકરી આરાધ્ય બંને કોવિડની ઝપટે ચડ્યા છે. પછી બંનેને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પછી 27 જૂલાઈએ મા-દીકરીએ કોરોનાને માત આપી મહેલ જલસામાં તેમના ઘરે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ હવે 2 ઓગસ્ટે બીગ બીને પણ કોરોના નેગેટિવ આવ્યો છે.