ખબર

નવા બૂટને તકીયાની નીચે રાખીને સુતા હતા અમિતાભ બચ્ચન, જાણો શું છે કારણ

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનજીએ આજે પુરા દેશમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી છે. લોકો તેને માત્ર એક અભિનેતાના સ્વરૂપે જ નહિ પણ એક આદર્શ વ્યક્તિના સ્વરૂપે પણ ઓળખે છે. બૉલીવુડની દુનિયામાં અભિતાભજીએ ઘણી એવી ફિલ્મો બનાવી છે, જેનો મુકાબલો આજ સુધી કોઈ નથી કરી શક્યા. જો કે આ મુકામ મેળવવું અમિતાભજી માટે સહેલું ન હતું.

Image Source

‘કૌન બનેગા કરોડપતિ’માં મહારાષ્ટ્રના કન્ટેસ્ટેન્ટ હેમંત નંદવાલ સાથે વાત કરતી વખતે અમિતાભજીએ કહ્યું કે તેણે પણ પોતાના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે. આ સિવાય તેની પાસે એટલા પૈસા પણ ન હતા કે તે પોતાની ક્રિકેટ ટિમ માટે બે રૂપિયા પણ આપી શકે.

Image Source

અમિતાભજીએ કહ્યું કે,”અમે સ્કૂલમાં હતા તો ક્રિકેટ ટિમ બનાવતા હતા, જેની મેમ્બરશીપ મેળવવા માટે બે રૂપિયાની જરૂર પડતી હતી, તે સમયે અમારી પાસે બે રૂપિયા પણ ન હતા. પછી અમે ઘરે જઈને મમ્મી પાસેથી પૈસા માંગતા હતા પણ તે પણ ના કહી દેતા હતા. એવું એટલા માટે કેમ કે તે સમયે અમારી પાસે એટલા સાધનો પણ ન હતા’.

Image Source

આ સિવાય અમિતાભજીએ એ પણ કહ્યું કે,”જ્યારે પણ હું નવા કે અલગ પ્રકારના બુટ ખરીદતો હતો તો હું તેને તકીયાની નીચે રાખીને સૂતો હતો”. આ સિવાય તેની પહેલા અમિતાભજીએ પોતાની સંપત્તિ સાથે જોડાયેલી વાત પણ કહી હતી અને જણાવ્યું હતું કે તેની સંપત્તિ માત્ર દીકરા અભિષેકને એક ને જ નહિ મળે પણ પોતાની દીકરી શ્વેતા અને અભિષેક બંન્ને વચ્ચે એક સરખા ભાગ થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.