ખબર

આ શખ્સ છે KBC નો અસલી માસ્ટર માઇન્ડ, બિગ-બી પણ આ માણસના ઈશારે કરે છે કામ

આજે ટીવીમાં લોકપ્રિય શો હોય તો તે છે કૌન બનેગા કરોડપતિ-11. કૌન બનેગા કરોડપતિની દરેક સીઝન ટીઆરપીના ટોપ લિસ્ટમાં જ હોય છે. આ શોને પ્રસ્તુત કરવાનો અમિતાભ બચ્ચનનો અંદાજ દર્શકોને બાંધી રાખે છે. કૌન બનેગા કરોડપતિ દ્વારા ઘણા દર્શકોને રાતોરાત કરોડપતિ બનાવી દીધા છે.

Image Source

હાલમાં જ બિહારમાં રહેનારા ગૌતમકુમાર આ સીઝનના ત્રીજા કરોડપતિ બની ગયા છે. આ પહેલા સનોજ રાજ અને બબીતા તાડે એક કરોડ રૂપિયા જીતી ચુકી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, આ શો પાછળ કોણ માસ્ટર માઈન્ડ વ્યક્તિ છે.

આ બધા પાછળ ‘કૌન બનેગા કરોડ પતિ’ ના નિર્દેશક અરુણ કુમારનો મગજ છે. અરુણે તેની કરિયરમાં ઘણા હિટ શો આપ્યા છે. અરુણ રિયાલિટી શોને હિટ કરવામાં માહિર છે. અરુણ ટીવીની ઓડિયન્સે બાકીના શોથી અલગ મસાલો આપ્યો તેથી હિટ રહ્યા છે.

Image Source

અરુણે તેની કરિયરમાં ‘સત્યમેવ જયતે’, ‘નચ બલિયે’, ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’, ‘ઝલક દિખલા જા’ જેવા શો શામેલ છે. આ ગેમ શો પાછળ પણ અરુણનો જ દિમાગ છે.

‘કૌન બનેગા કરોડપતિ’ અમિતાભ બચ્ચનની સૌથી નજીક હોય તે મેકિંગ પર પણ નજરે રાખે છે.અરુણ કુમારે આ શોને લઈને જણાવ્યું હતું કે,, અમિતાભ ના તો ફક્ત શો હોસ્ટ કરે છે એવું નથી પરંતુ તેની મેકિંગ પણ પુરી રીતે શામેલ છે. અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિની ટીમને મળી તેની બધી જ વસ્તુની પ્રેક્ટિસ પર નજરે રાખે છે.

Image Source

અરુણે કૌન બનેગા કરોડપતિ શોને લઈને જણાવ્યું હતું કે, હું છેલ્લા 19 વર્ષની કામ કરી રહ્યો છું. ઘણા શોમાં કામ કર્યું છે. પરંતુ ‘જયારે હું કેબીસીનાં સેટ પર આવું છું ત્યારે 15 મિનિટમાં જ નર્વ્સ થઇ જાવ છું. આટલો અનુભવ છતાં આવું ના હોવું જોઈએ. પરંતુ તે પણ શાનદાર છે.’

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.