ખબર

KBC 11: આ કન્ટેસ્ટન્ટે પતિની ફરિયાદનું પૂરું લિસ્ટ સોંપ્યું, જોઈને હેરાન થઇ ગયા બિગ બી- રસપ્રદ લેખ

કૌન બનેગા કરોડપતિ-11માં ઘણી વાર એવા કન્ટેસ્ટન્ટ આવે છે જે રમવાની સાથે દર્શકોને મનોરંજનકરાવતા હોય છે. આ વખતે એક એવી જ ખેલાડી હોટસીટ પર બેઠી છે. આ ખેલાડીનું નામ છે શિવાની ઢીંગરા.

શિવાની ઢીંગરા નામની ખેલાડીએ તેના પતિની તમામ ફરિયાદોનું લિસ્ટ અમિતાભ બચ્ચનને સોંપી દીધું હતું. દિલ્લીની રહેવાસી શિવાની ઢીંગરાએ જણાવ્યું હતું કે. તેને તેની પુત્રી માટેતેની નોકરી છોડી દીધી હતી. હાલ તો શિવાની તેનો પૂરો સમય પુત્રીની દેખભાળમાં જ કાઢે છે. શો દરમિયાન શિવાનીએ અમિતાભ પાસે એક એવી રિકવેસ્ટ કરી હતી કે, જેને સાંભળીને બધા જ હેરાન થઇ ગયા હતા.

શિવાની ઢીંગરાએ અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસીને સૌથી પહેલા તેના પતિની ફરિયાદોનું લિસ્ટ આપ્યું હતું. શિવાનીએ આ લિસ્ટ અમિતાભ બચ્ચનને આપીને જણાવ્યું હતું કે, મેં ઘણી વાર જોયું છે કે, તમે ઘણા લોકોની સમસ્યાનું નિરાકરણ લાવ્યું છે. મને ઉમ્મીદે છે કે, તમે મારી આ સમસ્યાનું નિરાકરણ લાવશો.

આ લિસ્ટમાં શિવાની તેના ફરિયાદોને લખીને લાવી હતી. આ જોયા બાદ અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, મેં ક્યારે ઓન વિચાર્યું ના હતું કે, શો હોસ્ટ કરવાની સાથે-સાથે હું મેરેજ કાઉન્સેલર પણ બની જઈશ.

Image Source

શિવાનીએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેન પતિ બેન્ક કર્મચારી છે. જે સવારે જાય છે અને સાંજે આવે છે. જયારે ઘરમાં હોય ત્યારે તે ફોનમાં વોટ્સઅપ અને ફેસબુક જ વાપરે છે. તે ક્યારે પણ કેન્ડલ લાઈટ ડિનર પર પણ નથી ગઈ.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.