મનોરંજન

અમિતાભે શેર કર્યો અભિષેકનો લેટર, લખ્યું હતું કે-પુત સપૂત તો કયો ધન સંચય- જાણો વિગત

સદીના મહાનાયક અને બોલીવુડના શહેનશાહ બિગ-બી એટલે કે, અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. અમિતાભ બચ્ચન તેની પર્સનલ લાઈફ અને તેની શૂટિંગની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે.

બિગ-બીએ 14 નવેમ્બરે એટલે કે બાળ દિવસે તેના પુત્ર અભિષેક બચ્ચન દ્વારા લખવામાં આવેલો પત્ર શેર કર્યો હતો. આ પત્ર અભિષેકે ખુદ તેના પિતા માટે લખ્યો હતો. હાલ તો આ લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. બોલીવુડના ઘણા સેલેબ્સે આ પર કમેન્ટ કરી છે.

અભિષેકે આ પત્રમાં લખ્યું હતું કે, ડાર્લિંગ પપ્પા, તમને કેમ છે? અમે બધા ઠીક છીએ. હું તમને બહુજ મિસ કરું છું. પપ્પા તમે જલ્દી ઘરે આવો. પપ્પા હું ભગવાન પાસે તમારી મુસ્કાન માટે પ્રાર્થના કરું છું. પપ્પા ભગવાન અમારી પ્રાર્થના સાંભળી રહ્યા છે. તમે ચિંતા ના કરો હું મમ્મી, શ્વેતા દીદી અને ઘરના બધાનું ધ્યાન રાખીશ. હું શરારત પણ કરી લઈશ. આઇ લવ યુ પપ્પા. તમારો ડાર્લિંગ પુત્ર, અભિષેક.

આ પત્રને શેર કરતા અમિતાભે કેપશનમાં લખ્યું હતું કે, આ પત્ર અભિષેકે ત્યારે લખ્યો હતો કે, જયારે હું આઉટડોર શૂટિંગ પર હતો. બિગબીએ આ ટ્વીટમાં કેપ્સનમાં લખ્યું હતું કે, ‘પુત સપૂત તો કયો ધન સંચય’. બીગબીના આ ટ્વિટને અભિષેકે પણ શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

@bachchan #manmarziyaan# @aishwaryaraibachchan_arb @amitabhbachchan #actors@jaipur_pinkpanthers #m #actores

A post shared by Abhishek Bachchan (fanpage) (@bachcchan) on

અભિષેકે લખ્યું હતું કે, સાફ છે કે આ પત્ર મેં લેટર રાઇટિંગના કોર્ષ પહેલા લખ્યો હતો. બીગબીની આ પોસ્ટને લોકો પોતાની જાતને રોકી ના શક્યા અને શેર કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન આજકાલ ‘કૌન બનેગા કરોડપતિ-11’ને હોસ્ટ કરી રહ્યા છે. હાલમાં જ ખબર આવી હતી કે, અમિતાભ તેના કામમાંથી બ્રેક લેવાના છે. આજકાલ તેના સ્વાસ્થયમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. થોડા દિવસ પહેલા બિગબીને લીવરની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.