સદીના મહાનાયક અને શહેનશાહ અમિતાભ બચ્ચનને ત્યાં દિવાળીની સાંજ આ વર્ષે ખુબસુરત રહી હતી. અમિતાભ બચ્ચને 2 વર્ષ બાદ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી બચ્ચન પરિવાર હોસ્ટ કરી હતી.
આ પાર્ટીમાં બોલીવુડના સિતારાઓ કાજોલ, અજય દેવગણ, શાહરુખ ખાન, અક્ષય કુમાર, ટ્વીન્કલ ખન્ના, વિરાટ-અનુષ્કા અને કરણ જોહર, અનન્યા પાંડે, કેટરીના કૈફ સહીત તમામ સેલેબ્સ ઉમટી પડદી પાર્ટીને ચાર ચાંદ લગાવી દીધા હતા.
T 3532 – On the auspicious festive week our love and prayers to all ..
इस शुभ अवसर पे हमारी शुभकामनाएँ 🙏💕 pic.twitter.com/DcH2RaowNe— Amitabh Bachchan (@SrBachchan) October 29, 2019
આ પાર્ટીમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, જ્યા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન પારંપરિક અંદાજમાં જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચને 2 વર્ષ બાદ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું.
અમિતાભ બચ્ચને દિવાળીના તહેવારને લઈને તેનો બંગલો ‘જલસા’ને દુલહનની જેમ શણગાર્યું હતું. દિવાળીની સાંજે અમિતાભે પરિવાર સાથે દિવાળીની પૂજા કરી હતી. જેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. શેર કરેલી તસ્વીરમાં અમિતાભ બચ્ચન ગોલ્ડન સ્ટ્રેઇપ્સ સફેદ કલરનો કુર્તો પહેરીને આરતી કરતો નજરે ચડે છે.
જ્યા બચ્ચન અને અભિષેક બચ્ચન વ્હાઇટ અને ગોલ્ડન કલરના આઉટફિટમાં નજરે ચડ્યા હતા. તો ઐશ્વર્યા અને આરાધ્ય રેડ અને ગોલ્ડન કલરના આઉટફિટમાં નજરે ચડ્યા હતા. ઐશ્વર્યા થાળીમાં આરતી કરતી જયારે આરાધ્યા તેનો હાથ લગાવતી નજરે ચડે છે.
અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેને અંગત જિંદગીથી લઈને પ્રોફેશનલ જિંદગી સુધી બધી તરફ ખુશી જ મળે છે. હાલમાં જ રિલીઝ થયેલી બિગ બી ની ફિલ્મ ‘બદલા’આવે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. આ સિવાય રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ-11’એ પણ ટીઆરપી મામલે સારું પ્રદર્શન કર્યું હતું.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.