બોલીવુડના શહેનશાહ અને બિગ-બી અમિતાભ બચ્ચન આજકાલ કૌન બનેગા કરોડપતિ સીઝન 11 ને હોસ્ટ કરી રહ્યા છે. બિગ-બીએ તેના સોશિયલ મીડિયા દ્વારા શોથી જોડાયેલી અપડેટ અને દિલચ્સ્પ જાણકારી ફેન્સ માટે શેર કરતા રહે છે. ત્યારે હાલમાંજ બિગ-બીએ એક બેહદ ક્યૂટ તસ્વીર શેર કરી છે. જેને જોઈને ફેન્સે પણ કોમેન્ટનો વરસાદ કર્યો છે.
બિગ-બીએ ટ્વીટર પરથી ત્રણ તસ્વીર શેર કરી છે, જેમાં એક બિલાડી કૌન બનેગા કરોડપતિના સેટ પર આંટાફેરા કરતી નજરે ચડે છે, તો બીજી તસ્વીરમાં બિલાડી સુતેલી જોવા મળે છે. ત્રીજી તસ્વીરમાં અમિતાભ બચ્ચન તેની ખુરશી પર બેસેલા નજરે ચડે છે.
T 3534 – 🤣🤣🤣
ऐ बिलौरी , बिल्ली बिल्ली , खेलन चली KBC
जैसे आइ Fastest Finger, लोट पोट हो गयी वहीं ~ अब pic.twitter.com/3pq49UfSXR— Amitabh Bachchan (@SrBachchan) October 30, 2019
અમિતાભે આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, એ બિલૌરી, બિલ્લી બિલ્લી, ખેલન ચાલી કેબીસી, જૈસે આઈ ફાસ્ટેસ્ટ ફિંગર લોટ પોટ હો ગઈ વહી’ તસ્વીર જોયા બાદ લાગી રહ્યું છે કે, બિગબીએ આપેલું આ કેપ્સન બરાબર છે. બીગબીની આ મજાકને તેના ફોલોઅર્સે પણ આગળ વધારી હતી.
જણાવી દઈએ કે, કેબીસીની 11મી સીઝન 19 ઓગસ્ટથી સોની ટીવી પર ઓન એર થઇ હતી. આ શોમાં અત્યાર સુધીમાં 3 લોકોએ 1 કરોડ રૂપિયા જીત્યા છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.