સદીના મહાનાયક અમિતાભ બચ્ચને આ દિવાળી પર પોતાના ‘જલસા’ બંગલામાં બોલિવુડ સેલેબ્સને દિવાળીની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલીવુડના બધા જ એક્ટર અને એક્ટ્રેસ હાજર રહ્યા હતા. બધા જ લોકોએ પાર્ટીમાં ખૂબ જ આનંદ કર્યો હતો.
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને હાલમાં જ સોશિયલ મીડિયા પર શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી સાથે એક ખાસ તસ્વીર શેર કરી છે. તેમની આ તસ્વીર લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ તસ્વીર શેર કરતા અમિતાભ બચ્ચને કેપ્સનમાં લખ્યું હતું કે, “શાહરુખ-ગૌરી અને હું, દિવાળીમાં કોઈક સિરિયસ વાતચીત કરતા હતા જે ખાનગી વાત છે.”
View this post on Instagram
SHAHRUKH Gauri and the self in some serious discussions at Diwali .. personal obviously .. 😜😜
વાતચીતની આ તસ્વીર દિવાળીની પાર્ટીની છે તસ્વીરમાં અમિતાભ બચ્ચને સફેદ રંગના કુર્તામાં જોવા મળ્યા હતા. જયારે શાહરુખ કાળા રંગના કુર્તામાં જોવા મળ્યા હતા.
View this post on Instagram
જણાવી દઈએ કે, શાહરુખ ખાને દિવાળીની આ પાર્ટીમાં ઐશ્વર્યા રાયની મેનેજર અર્ચનાને દાઝતા બચાવી હતી. મોડી રાત્રે અર્ચનાને લહેંગામાં આગ લાગી હતી અને શાહરૂખે પોતાના જેકેટ વડે આગ બુઝાવી હતી. આ આગ બુઝાવતા વખતે શાહરુખ થોડા દાઝી ગયા હતા જયારે અર્ચના થોડી વધારે દાઝી ગઈ હતી, તે હાલમાં આઇસીયુમાં છે.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો, અમિતાભ બચ્ચન ફિલ્મો, જાહેરાત અને ટીવીમાં ખુબ જ વ્યસ્ત છે. “જૂથ”, “બટરફ્લાઇટ”, “એબી યાની સીડી”, “બ્રહ્માસ્ત્ર” અને “ચહેરે” જેવા ફિલ્મોમાં જોવા મળશે. તેની સાથે તે KBCની શૂટિંગમાં પણ વ્યસ્ત છે.
અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં ખૂબ જ એકટીવ રહે છે અને દરરોજના વીડિયો અને તસ્વીર પોતાના ફેન્સ સાથે શેર કરે છે અને તમને ફેન્સને પણ તે ખુબ જ પસંદ આવે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.