ફિલ્મી દુનિયા

અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સંજય દત્તની સાથે બીજા કેટલાક કલાકારો અજય દેવગનના પિતા વીરુ દેવગનના અંતિમ સંસ્કારમાં જોડાયા

બોલીવૂડના અભિનેતા અજય દેવગનના પિતા વીરુ દેવગનનું સોમવારે મુંબઈમાં નિધન થઇ ગયું છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા બોલિવૂડના કેટલાક કલાકારો ત્યાં આવ્યા હતા. જેમાં અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, અર્જુન કપૂર, વિદ્યા બાલન, એશ્વર્યા રાય બચ્ચન જેવા કલાકાર આવ્યા હતા. આ સમયે કાજોલ અને અજય દેવગન ખુબજ દુઃખી જોવા મળ્યા હતા.

Image Source

અજય દેવગનને બોલિવૂડના સ્ટાર બનાવવા માટે તેમના પિતાએ સખત મહેનત કરી હતી. અજય દેવગનના પિતા વીરુ દેવગનના નિધનની ખબર સાંભળીને ફિલ્મ નિર્દેશક સાજીદ ખાન પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે આવ્યા હતા. બોલિવૂડના કેટલાક કલાકારે પણ વીરુ દેવગનના નિધન પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

Image Source

તેમના શ્રદ્ધાંજલિ આપવા માટે કેટલાક કલાકારો આવી રહ્યા છે. વીરુ દેવગને સોમવારે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધો હતો. તેમની તબિયત થોડા સમયથી ખરાબ જ હતી.

Image Source

વીરુ દેવગણ એક્શન કોરિયોગ્રાફર અને ડાયરેકટર હતા. તેમને લગભગ 80થી વધારે ફિલ્મોમાં એક્શન કોડીયોગ્રાફીનું કામ કર્યું હતું. આ ઉપરાંત તેમને “હિન્દુસ્તાન કી કસમ” નામની ફિલ્મનું નિર્દેશપણ કર્યું હતું. વીરુ દેવગને અજય દેવગનને કલાકાર બનવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. તેમના લીધા આજે અજય દેવગન પોતાના કરિયરમાં આટલા ઉપર આવ્યા છે.

Image Source

સુનિલ શેટ્ટી, કપિલ શર્મા, શાહરુખ ખાન, સની દેઓલ, તુષાર કપૂર, સંજય દત્ત જેવા કેટલાક કલાકાર પણ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks