ફિલ્મી દુનિયા

અમિતાભ બચ્ચન-અભિષેક બચ્ચને આપ્યો શીતલ જૈનની અર્થીને કાંધ, ઐશ્વર્યા થઇ ભાવુક – જુવો તસવીરો

શનિવારના રોજ અમિતાભ બચ્ચનના સેક્રેટરી રહી ચૂકેલા શીતલ જૈનનું મુંબઈમાં 77 વર્ષની ઉંમરમાં નિધન થયું. તેમના અંતિમ સંસ્કાર વિલે પાર્લેમાં આવેલા પવન હંસ ક્રિમેટોરિયમમાં કરવામાં આવ્યા. પોતાના સેક્રેટરી શીતલ જૈનના નિધનના સમાચાર સાંભળીને અમિતાભ બચ્ચન તેમના દીકરા અભિષેક અને વધુ ઐશ્વર્યા રાય સાથે તેમના અંતિમ સંસ્કાર માટે પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

@amitabhbachchan ❤ He carried the burden of my work for almost 40 years .. gentle, diligent, humble and the picture of sincerity and honesty .. today I carried him to his last journey . . Sheetal Jain my Manager, Secretary through thick and thin , passed away this morning after a short but severe battle in Hospital .. and flashes of his association through these 40 years , as a member of the family swept by . . His dedication and devotion to his work .. his gentle manner, won him many admirers and those that came in contact with him through all those years . . He was emotional to the core and would never tolerate any untoward issue concerning the family .. never did he ever give impression to the world outside of his standing as he worked for me .. he planned and sorted my schedules, films and important meetings with Producers .. it was him that we asked to represent us when it was not possible for the family to attend an occasion . . A simple man .. and his gratitude for any favour that we did for him was supreme . . They do not make people like him any more .. there is a vacuum now in my working office and in our functioning . . 🙏🏻 #50yrsofBigB #BigB #amitabhbachchan ❤ #ABEFTeam #bachchan 💖 #amitabh #bollywood ❤ #jayabachchan #abhishekbachchan #aishwaryaraibachchan ❤ #chehre #aishwaryarai #photography #navyananda #shwetabachchan #BRAHMASTRA #ThugsOfHindostan #shahrukhkhan #آمیتاب_باچان #باچان #بالیوود #آبشیک_باچان #شوتاباچان #بازیگر #خواننده #تهیه_کننده #نویسنده #کارگردان

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan.ab) on


લગભગ ચાર દાયકાઓથી અમિતાભ બચ્ચનના સેક્રેટરીના રૂપમાં તેમની સાથે રહેનાર શીતલ જૈનના નિધનને કારણે અમિતાભ બચ્ચન ઘણા દુઃખી જોવા મળ્યા. તેઓએ પોતાની સંવેદનાઓ પોતાના બ્લોગમાં પણ વ્યકત કરી છે. બ્લોગમાં પોતાના સેક્રેટરી વિશે લખતા અમિતાભ બચ્ચને જણાવ્યું કે ‘તેઓએ લગભગ 40 વર્ષોથી મારા કામનો ભાર પોતાના પર લઈને રાખ્યો હતો. સૌમ્ય, મહેનતી, વિનમ્ર અને ઈમાનદારીની એક સાચી તસ્વીર. આજે હું એમને એમની અંતિમ યાત્રા પર લઇ ગયો.’ તેઓએ આગળ લખ્યું, ‘શીતલ જૈન મારા મેનેજર હોસ્પિટલમાં એક નાની પરંતુ ગંભીર બીમારી સામે લડતા ગુજરી ગયા.’ સાથે જ તેમને શીતલ જૈનના અંતિમ સંસ્કાર સંબંધિત કેટલીક તસવીરો પણ પોતાના બ્લોગ પર શેર કરી.

Image Source

અમિતાભ બચ્ચનના શેર કરેલા ફોટોઝમાં તેમની સાથે તેમનો દીકરો અભિષેક બચ્ચન પણ શીતલ જૈનના પાર્થિવને દેહને કાંધ આપતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનની સફળતા પાછળ શીતલ જૈનનો ખૂબ જ મોટો ફાળો છે. જયારે અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મી કારકિર્દી શરુ કરી હતી એ સમયથી જ શીતલ જૈન તેમની સાથે હતા. શીતલ જૈને જ અમિતાભ બચ્ચન અને ગોવિંદા અભિનીત ફિલ્મ બડે મિયાં છોટે મિયાં વાસુ ભગનાની સાથે મળીને પ્રોડ્યુસ કરી હતી.

Image Source

શીતલ જૈનના નિધનની ખબરથી બોલિવૂડ શોકમાં ડૂબી ગયું છે. સોશિયલ મીડિયા પર ઘણા દિગ્ગજ સેલિબ્રિટીઓએ તેમની શ્રદ્ધાંજલિ આપી. બિગ બી સિવાય બોલિવૂડ અભિનેતા અનુપણ ખેર અને ડાયરેક્ટર મધુર ભંડારકરે પણ તેમના નિધન પર શોક જતાવ્યો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks