બિગ બીનું 75% લીવર થઇ ગયું છે ખરાબ, 77 ની ઉંમરે ફિટ રહેવા એટલું કરે છે- વાંચો ટિપ્સ

0
2

હાલ તો બોલીવુડના શહેનશાહ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સિઝનને લઈને ચર્ચામાં છે. કૌન બનેગા કરોડપતિનો પહેલો એપિસોડ સોમવારે રાતે જ રિલીઝ થયો હતો.બિગ બીની બોલવાની સ્ટાઇલ અને શોની એન્ટ્રીને લઈને ચારેકોર ચર્ચામાં રહે છે. તો લોકો 77 વર્ષીય અમિતાભ બચ્ચનની પર્સનાલિટીની તારીફ પણ કરે છે. પરંતુ અમિતાભ બચ્ચન તેની તબિયતના કારણે બહુજ પરેશાન છે.

શું તમે જાણો છો કે સ્ટાઈલિશ અને ફીટ દેખાતા અમિતાભ બચ્ચનનું 75 ટકા લીવર ખરાબ થઇ ચૂક્યું છે. બિગ બી એક ખતરનાક બીમારી સામે ઝઝૂમે છે.

 

View this post on Instagram

 

Colourful at work .. too much colour happening .. the blues first and now the reds and ‘santara’🤣🤣

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

આ વાતનો ખુલાસો ખુદ બિગ બીએ અસેક કાર્યક્રમમાં કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, તેનું 75 ટકા લીવર ખરાબ થઇ ચૂક્યું છે. તે ફક્ત 25 ટકા લીવરથી જ જિંદગી ગુજારે છે. એક ટીવી કાર્યક્રમના ‘ સ્વસ્થ ઇન્ડિયા’ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે. મને એ કહીને ખરાબ નથી લાગતું કે હું ટીબી અને હેપેટાઇટિસથી પીડિત છું. સાથે જ તેને જણાવ્યું હતું કે, હું 25 ટકા લીવરના સહારે જીવું છું.

અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, ‘ ટીબી જેવી બીમારીઓનો પણ ઈલાજ છે. મને લગભગ 8 વર્ષ સુધી ખબર ના હતી કે, મને ટીબી છે. હું એટલા માટે આખું છું કે મારી સાથે જે થયું તે બીજા કોઈ સાથે ના થાય તે માટે સમયસ રિપોર્ટ કરાવી લેવા જોઈએ. જો તમે રિપોર્ટ કરાવવા માટે તૈયાર નહિ હોય તો તમને કંઈ બીમારી છે તેની ખબર જ નહિ પડે, જેથી તમે ક્યારે પણ ઈલાજ જ નહિ કરાવી શકો.

અમિતાભ બચ્ચન આજે આટલી ઉંમરે હોવા છતાં પણ ફિલ્મોમાં કામ કરે છે. સાથે જ ફિટનેસ પર પણ પૂરતું ધ્યાન આપે છે. નિયમિત કસરતની સાથે ચાલવા પણ જાય છે. દિવસભર એક્ટિવ રહે છે, જમવા પર પૂરતું ધ્યાન આપે છે.

 

View this post on Instagram

 

Smile .. takes lesser muscles than a frown .. ! Also .. exhibits many other qualities .. but of that some other time ..🤣🤣

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

બીગ બી ના કામની વાત કરવામાં આવે તો તેની ફિલ્મ બ્રહ્મસ્ત્ર જલ્દી જ રિલીઝ થશે. તો ગુલાબો સિતારોનું શૂટિંગ ચાલી રહ્યું છે.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 76 વર્ષના થઇ ચુક્યા છે.સામાન્ય અને સંયમિત જીવન જીવનારા બિગ બી આજના યુવા કલાકાકારોને ફિટનેસની બાબતમાં પાછળ છોડતા દેખાઈ રહ્યા છે.આઠ થી નવ કલાક કામ કરીને થાકી જનારા યુવાનોને કદાચ એ ખબર નહિ હોય કે અમિતાભજી 16 કલાક કામ કરે છે.એવામાં તેના દરેક ફૈન્સને પણ એ જાણવાની ઉત્સુકતા હશે કે તેઓને પણ શેહનશાનના ફિટનેસના રહસ્યની જાણ થાય. આજે ઈન્ટરનેશલ યોગ દિવસના નિમિતે અમે તમને અમિતાભજીના ફિટનેસ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય વિશેની જાણ કરીશું.

Image Source

સવારે 5.30 વાગ્યે અમિતાભનાં દિવસની શરૂઆત થાય છે,જણાવી દઈએ કે 76 વર્ષનાં બિગ બી આટલી ઉમરમાં પણ ખૂબ એક્ટિવ રહે છે.અમિતાભ ફિટનેસ ટ્રેનર અને ડાયટીશિયન વૃંદા મહેતાનીં ગાઈડેંસમાં રેગ્યુલર વર્કઆઉટ કરે છે.આ જ કારણ છે કે એ આ ઉમરમાં પણ તે ખૂબ ફિટ છે.અમિતાભ જ્યારે 25 વર્ષના હતા ત્યારે 8 થી 10 કલાકની ઊંઘ લેતા હતા પણ હવે માત્ર 5 થી 6 કલાકની જ ઊંઘ લે છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

બિગ બી 76 વર્ષની ઉંમરમાં પણ પોતાના વ્યાયામને લઈને ખુબ સજાગ રહે છે. કામનો ભાર અને વધતી ઉંમર પણ તેના રોજના કામને પ્રભાવિત નથી કરી શકતા.અમિતાભ રોજ વ્યાયામની સાથે આઠે યોગા પણ કરે છે.સવારે અમિતાભબજી વોકિંગ ચોક્કસ કરે છે પણ જો કોઈ કારણો સર તે સવારે વ્યાયામ ના કરી શક્યા તો તે સાંજના સમયે જિમ જાવાની પુરી કોશિશ કરે છે.