મનોરંજન

‘કુલી’ના સેટ પર થયેલા અકસ્માત બાદ ઘરે પરત ફરતા બિગ-બિનું થયું હતું સ્વાગત, બિગ-બીનો જૂનો વિડીયો થયો વાયરલ

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. અમિતાભ બચ્ચન તેની ફિલ્મી કરિયરમાં ઘણીએવી ફિલ્મો કરી છે જેને લોકોના દિલ જીતી લીધા હતા. અમિતાભ બચ્ચન છેલ્લા 50 વર્ષથી લોકોને મનોરંજન પૂરું પાડે છે. આ કારણે જ તેને મહાનાયકનું બિરુદ મળ્યું છે.


બિગ-બીની બૉલીવુડ કરિયરમાં એક સમય એવો પણ આવ્યો હતો કે જેના કારણે તે હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યાં તેને જિંદગી અને મોતની વચ્ચે લાંબી જંગ લડી હતી. ફિલ્મ ‘કુલી’ના સેટ પટ મિતાભ બચ્ચનને શૂટિંગ દરમિયાન ભયાનક ઇજા થઇ હતી.જેના કારણે તેને 2 મહિના સુધી ઘરે જ રહેવું પડ્યું હતું. અમિતાભ બચ્ચનનો આ જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે એક્સીડેન્ટ બાદ ઘરે આવે છે.

 

View this post on Instagram

 

#amitji #amitabhbachchanfans #amitabh #amit #amitabhbachchan #bachchan #bollywood #bigb #follow

A post shared by Shahenshah (@amitabhbachchchan) on


અમિતાભ બચ્ચમ આ જુના વિડીયોમાં કારની નીચે ઉતરતા નજરે પડે છે.અમિતાભનું તેના ફેન્સ અને પરિવાર સાથે જ મીડિયાકર્મીઓ તમારું સ્વાગત કરે છે. આ વિડીયો ત્યારનો છે જયારે અમિતાભ બચ્ચન ફિલ્મ કુલી દરમિયાન થયેલા એસીડેન્ટ બાદ ઘરે આવ્યા હતાઆ વીડિયોમાં અમિતાભ બચ્ચન તેના પિતાને પગે લાગતા નજરે ચડે છે. આ દરમિયાન અમિતાભ બચ્ચનને પહેલી વાર તેના પિતાને રડતા જોયા હતા. ત્યારબાદ તે તેની માતાને પગે લાગે છે.

અમિતાભ બચ્ચન આ વીડિયોમાં કહે છે કે,24 સપ્ટેમ્બરથી એકદમ 2 મહિના પહેલા જ મારું એક્સીડેન્ટ થયું હતું. ડોક્ટરના કારણે હું આજે પુરા 2 મહિના બાદ અહીં છું.


કુલી ફિલ્મના એક્શન સીન દરમિયાન તેના પેટમાં કાચનું ટેબલ ઘુસી ગયું હતું. ત્યારબાદ અમિતાભ બચ્ચન લગભગ 2 મહિના જેટલો સમય હોસ્પિટલમાં રહ્યા હતા. જણાવી દઈએ કે, 24 સપ્ટેમ્બરે બિગ બી ઘટના બાદ ઘરે પરત ફર્યા હતા. તેના 7 વર્ષ બાદ આ જ દિવસે તેને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળવાની ઘોષણા થઇ હતી.

 

View this post on Instagram

 

Smile .. takes lesser muscles than a frown .. ! Also .. exhibits many other qualities .. but of that some other time ..🤣🤣

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

24 જુલાઈ 1982ના દદિવસે અમિતાભ બચ્ચન તેના કો-સ્ટાર પુનિત ઈસ્સર સાથે કુલી માટે એક્શન સીન દરમિયાન તેને ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધુ લોહી વહી જવાને કારણે તેને હોશમાં આવવાની કોઈ સંભાવના ના હતી. અમિતાભ બચ્ચન માટે કરોડો ફેન્સે દુઆ કરી હતી. ત્યારબાદ 2 ઓગસ્ટ અમિતાભ બચ્ચન હોંશમાં આવી ગયા હતા.

અમિતાભ બચ્ચનની ‘કુલી’ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. કુલી અમિતાભ બચ્ચનની ફિલ્મ પુકાર આવ્યાના 2 અઠવાડિયા બાદ રિલીઝ થઇ હતી.

અમિતાભ બચ્ચન આજે પણ ફિલ્મોમાં નજરે આવે છે. જે જલ્દી જ રણવીર કપૂર અને આલિયા ભટ્ટ સાથેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં નજરે આવશે. આ સિવાય તે ‘ગુલાબો-સિતારો’ અને ‘ઝુંડ’માં પણ નજરે આવશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.