ખબર ફિલ્મી દુનિયા

અમિતાભ બચ્ચને ખરીદી દેશની સૌથી મોંઘી કાર, થોડા સમય પહેલા જ વેચી દીધી હતી 4 કરોડની કાર

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ગાડીઓના કેટલા શોખીન છે એ વાત તો સૌ કોઈ જાણે જ છે. તેમના લક્ઝુરિયસ ગાડીઓના કલેક્શનમાં હવે એક નવી ગાડી સામેલ થઇ છે. આ વખતે અમિતાભ બચ્ચને દેશની સૌથી મોંઘી MPV (મલ્ટી પર્પઝ વિહીકલ) Mercedes-Benz V-Class ખરીદી છે. આ MPVને વિશ્વભરમાં એના લક્ઝુરિયસ ઇન્ટિરિયર અને શાનદાર ફીચર્સ માટે ઓળખવામાં આવે છે.

Image Source

તો ચાલો જાણીએ આ કાર વિશે…

Mercedes-Benz V-Class MPV કાર ભારતમાં 24 જાન્યુઆરીના રોજ લોંચ કરી હતી. આ કાર બે સીટિંગ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. 6-સિટર વેરિયન્ટનું નામ V-Class Exclusive અને 7-સિટર વેરિયન્ટનું નામ V-Class Expression છે. Expressionની કિંમત 68.40 લાખ અને Exclusiveની કિંમત 81.90 લાખ રૂપિયા છે. ઓ કે એ વાતની જાણકારી નથી કે અમિતાભ બચ્ચને જે કાર ખરીદી છે એ કયું વેરિયન્ટ છે.

Img Source

V-Class MPVમાં 2.1 લીટર ડીઝલ એન્જીન છે, જે 163PSનો પાવર અને 380Nm પીક ટૉર્ક જનરેટ કરે છે. તે 7G-Tronic ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. તેનું એન્જીન BS6 એમિશન નોર્મ્સ અનુરૂપ છે. મર્સીડીઝ બેન્ઝના દાવા પ્રમાણે, આ કાર 10.9 સેકન્ડમાં જ 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. એની ટોપ સ્પીડ 195 કિલોમીટર પ્રતિ કલાક છે.

આ કારના 6-સિટર વેરિયન્ટમાં ટેબલ પેકેજનું ઓપશન પણ આપવામાં આવ્યું છે, એટલે કે જે રીતે લિમોઝીન કારોની જેમ પાછળ બેસેલા ચાર લોકો સામ-સામે બેસીને મુસાફરી કરી શકે છે.

Image Source

હાલ થોડા દિવસો પહેલા જ અમિતાભ બચ્ચને પોતાની સફેદ રંગની રોલ્સ રોય્સ ફેન્ટમ વેચી દીધી છે. આ ગાડી તેમને ભેટમાં મળી હતી, જેની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા હતી. અમિતાભ બચ્ચનને મોંઘી ગાડીઓનો શોખ છે. તેમની પાસે ઘણી ગાડીઓ છે, જેમાં મર્સીડીઝ એસ-કલાસ, રેન્જ-રોવર, બેન્ટલી, મીની કૂપર જેવી બીજી ગાડીઓ પણ સામેલ છે. આ સિવાય તેઓ 2 નંબરને લકી માને છે. તેમની બધી જ ગાડીઓમાં 2 નંબર જરૂર હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks