અમિતાભ બચ્ચને દિવાળીના તહેવાર નિમિત્તે સોશિયલ મીડિયા પર એક સુંદર ફેમિલી તસવીર શેર કરી છે. આ તસવીરમાં અમિતાભ બચ્ચન સાથે જયા બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યા બચ્ચન, શ્વેતા બચ્ચન, અગસ્ત્ય નંદા અને નવ્યા નવેલી નંદા જોવા મળી રહી છે. આ તસવીર શેર કરવાની સાથે અમિતાભે લખ્યું હતું કે, “આ પાવન અવસર પર પરિવારે સાથે પ્રાર્થના કરી અને સેલિબ્રેશન કર્યું. શુભકામના. દિપાવલી મંગળમય હો…”
અમિતાભ બચ્ચન દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરમાં તેમના પરિવાર ઉપરાંત ચાહકોની નજર આ તસવીરની પાછળ રહેલા પેઇન્ટિંગ પર પડી હતી. સોશિયલ મીડિયામાં હવે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે આ તસવીર કોઈ મામૂલી તસવીર નથી, પરંતુ તે ખુબ જ ખાસ તસવીર છે અને તેની કિંમત કરોડો રૂપિયામાં છે.
અમિતાભની પાછળ દેખાઈ રહેલી આ તસ્વીરમાં એક આખલો દેખાઈ રહ્યો છે, સોશિયલ મીડિયા દ્વારા લોકો આ તસવીરની કિંમતનો અંદાજ લગાવતા કહી રહ્યા છે કે તેની કિંમત અંદાજિત ત્રણથી ચાર કરોડ રૂપિયા છે. આ બુલ આર્ટ પેઈન્ટર મનજીત બાવા દ્વારા બનાવવામાં આવી છે.
View this post on Instagram
મનજીત સૂફી ફિલસૂફી અને પૌરાણિક કથાઓથી પ્રેરિત હોવાનું માનવામાં આવે છે. મનજીતનું વર્ષ 2008માં નિધન થયું હતું. વિશ્વભરમાં બાવાની કળાની કિંમત સામાન્ય રીતે ત્રણથી ચાર કરોડ રૂપિયા જેટલી હોય છે. તેઓ પ્રકૃતિ અને વાંસળીની પેઇન્ટિંગ માટે જાણીતા છે. બુલ આર્ટ શક્તિ, ઝડપ, વર્ચસ્વ, આશા અને સમૃદ્ધિ દર્શાવે છે. આખલાને ઓફિસ કે ઘરના ખૂણામાં રાખવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિમાં ગતિ આવે છે.