મનોરંજન

બોલીવૂડના આ કલાકાર બન્યા સૌથી વધુ ટેક્સ ભરનાર સેલિબ્રિટી, 70 કરોડ ટેક્સ ભર્યો છે અને 2000 ખેડૂતને કરી મદદ

બોલીવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તેમની ફિલ્મોને લીધે ચર્ચામા રહેતા હોય છે. અમિતાભ બચ્ચન ગયા વર્ષે બોલિવૂડમાં સૌથી વધુ ટેક્સ ભરનાર કલાકાર તરીકે પોતાની ગણતરી કરાવી ચુક્યા છે. ત્યારે અમિતાભ બચ્ચને આ વર્ષે 2018-19માં પણ 70 કરોડનો ટેક્સ ભર્યો છે. અમિતાભ બચ્ચનના પ્રવક્તાએ આ વાતની જાણકારી આપી હતી. તેમના પ્રવક્તાએ એક નિવેદન રજુ કરીને કહ્યું, ‘અમિતાભ બચ્ચને નાણાકીય વર્ષ 2018-19 માટે 70 કરોડ રૂપિયા ભરીને ટેક્સ ભર્યો છે.’

Image Source

આ સિવાય અમિતાભ બચ્ચન ચેરિટીમાં પણ ઘણું દાન આપે છે. જેના કારણે તેના ચાહકોના દિલમાં તેમના પ્રત્યે માન વધી ગયું છે. હાલમાં જ અમિતાભ બચ્ચને બિહારના મુઝફ્ફરપુરના 2084 ખેડૂતોનું દેવું પણ ચુકવ્યું હતું. આ સિવાય 14 ફેબ્રુઆરીએ પુલાવમાં આતંકી હુમલામાં શહીદ જવાનોના પરિવારને પણ 10-10 લાખ રૂપિયાની સહાયતાની રકમ આપી હતી. અમિતાભ બચ્ચને કેરળમાં ગયા વર્ષે આવેલા પૂર બાદ પૂરપીડિતોને 51 લાખ રૂપિયા દાન કર્યા હતા. અને સાથે જ 80 જેકેટ, 25 પેન્ટ, 20 શર્ટ અને સ્કાર્ફ પણ ડોનેટ કર્યા હતા.

Image Source

હાલમાં જ અમિતાભ બચ્ચનની રિલીઝ થયેલી ફિલ્મ બદલાએ બોક્સઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મમાં તેમના અભિનયના પણ ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. એવામાં બિગ બી 2018-19ના નાણાકીય વર્ષમાં સૌથી વધુ ટેક ભરનાર કલાકાર બની ગયા છે, અને બોલિવૂડમાં બધાને પાછળ છોડી દીધા છે.

થોડા દિવસ પહેલા જ અમિતાભ બચ્ચને ફિલ્મ તેરા યાર હુંના સેટ પરની એક તસ્વીર પોતાના ટ્વીટર પર શેર કરી હતી, જેમાં તેઓ બકરીઓ ચરાવી રહયા હતા. જોતજોતામાં આ તસ્વીર ખૂબ જ વાયરલ થઇ ગઈ હતી.

જણાવી દઈએ કે 76 વર્ષીય અમિતાભ બચ્ચન ધર્માં પ્રોડક્શનની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે આલિયા ભટ્ટ, રણબીર કપૂર, અને નાગાર્જુન પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. ગયા વર્ષે બિગ બી ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં જોવા મળ્યા હતા, જે આમિર ખાન સાથેની તેમની પહેલી ફિલ્મ હતી. પરંતુ આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ ન મળ્યો અને આ ફિલ્મ કોઈ ખાસ કમાણી ન કરી શકી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks