ખબર

અમિતાભ બચ્ચને પણ કરી હતી બાબા કા ઢાબાની મદદ, KBCમાં કર્યો બાબા કા ઢાબાનો ઉલ્લેખ, આટલા લાખની કરી મદદ

સોશિયલ મીડિયા દ્વારા રાતો રાત ફેમસ બની ગયેલું બાબા કા ઢાબાને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. દેશભરમાંથી ઘણા લોકો બાબા કા ઢાબાની મદદ કરવા માટે આગળ આવ્યા હતા, આ દરમિયાન જ કૌન બનેગા કરોડપતિના સેટ ઉપરથી અમિતાભ બચ્ચને પણ બાબા કા ઢાબાની મદદ કરી હોવાની જાહેરાત કરી હતી.

Image Source

શુક્રવારના રોજ પ્રસારિત થયેલા કેબીસીનાં એપિસોડની અંદર અમિતાભ સામે હોટ સીટ ઉપર અભિનેત્રી રવીના ટંડન બેઠી હતી. આ દરમિયાન જ એક સવાલ ઉપર અમિતાભે બાબા કા ઢાબાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Image Source

અમિતાભ બચ્ચને કહ્યું હતું કે સોશિયલ મીડિયાની એ તાકાત છે કે કોઈપણ મુદ્દા ઉપર લોકો આગળ વધીને મદદ કરે છે. બિગ બીએ આગળ જણાવ્યું હતું કે દિલ્હીની અંદર ઢાબા ચલાવવા વાળા બાબા લોકડાઉન દરમિયાન પૈસાની તકલીફોનો સામનો કરી રહ્યા હતા પરંતુ જયારે તેમનો વીડિયો વાયરલ થયો તો થોડા જ સમયમાં તેમના ઢાબા ઉપર લોકોની ભીડ એકઠી થઇ ગઈ અને તેમની દુકાન ચાલી નીકળી.

Image Source

અમિતાભના ઉલ્લેખ બાદ રવીના ટંડને પણ જણાવ્યું હતું કે હવે તો બાબાએ નવું રેસ્ટોરન્ટ ખોલી લીધું છે. કેબીસીની અંદર બાબા કા ઢાબાનો ઉલ્લ્લેખ થયા બાદ ઢાબાના માલિક કાંતા પ્રસાદે પણ મીડિયાને જણાવ્યું હતું કે અમિતાભે તેમને 5.5 લાખ રૂપિયાની મદદ કરી હતી. તેમને અમિતાભને એ નિવેદન પણ કર્યું હતું કે તે જો દિલ્હી આવે તો તેમના ઢાબા ઉપર જરૂર આવે અને અહીંયાનું ખાવાનું ખાય.

Image Source

અમિતાભ બચ્ચને કોઈને પર્સનલી મોકલી અને કાંતા પ્રસાદને 5.5 લાખ રૂપિયાની મદદ કરી હતી. હાલ બાબાએ દિલ્હીના માલવીય નગરની અંદર પોતાનું એક નવું રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે. જેમાં બાબા કેશ કાઉન્ટર ઉપર બેસે છે.