મનોરંજન

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા અમિતાભ બચ્ચન, ઘરે જતી વખતે જુઓ કોણે કોણે સાથ આપ્યો- 5 તસ્વીરો

બોલીવુડના શહેનશાહ અને બિગ બી અમિતાભ બચ્ચનને થોડા દિવસ પહેલા અચાનક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થવાની ખબર સાંભળતા જ તેમના ચાહકો તેમના સારા સ્વાસ્થય માટે દુઆ કરવા લાગ્યા હતા. બધા લોકો જાણવા ઇચ્છતા હતા કે આખરે અમિતાભને થયું શું હતું? પરંતુ હવે અમિતાભ બચ્ચનની તબિયત સારી હોય તેમને હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી.

અમિતાભ બચ્ચનને ગત મંગળવારે મોડી રાતે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીગ બીનું હોસ્પિટલ જવાનું કારણ હાલ તો જાણી શકાયું ન હતું. પરંતુ ખબર તો એવી આવી હતી કે, બિગ બીને લીવરમાં કંઈક તકલીફ હોવાથી તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. આખરે બિગ બીને કયા કારણોસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તે જાણી શકાયું ન હતું.

Image Source

અમિતાભની તબિયત ઠીક થઇ જતા શુક્રવારે રાતે તેમને રજા આપી દેવામાં આવી હતી. અમિતાભ બચ્ચન રાતે 9 વાગ્યે હોસ્પિટલની બહાર નીકળતા જોવા મળ્યા હતા. અમિતાભ સાથે તેની પત્ની જયા બચ્ચન અને અભિષેક બચ્ચન પણ જોવા મળ્યા હતા. અમિતાભ તેની ગાડીમાં જ્યા બચ્ચન સાથે પાછળની સીટમાં તો અભિષેક બચ્ચન ફ્રન્ટ સીટ પર જોવા મળ્યો હતો.

Image Source

ખબરોની માનીએ તો, અમિતાભ બચ્ચન રૂટિન ચેકઅપ માટે પહોંચ્યા હતા, પરંતુ આ ખબરમાં સત્ય કેટલું છે તેનાથી કોઈ વાકેફ નથી. આશા છે કે, અમિતાભ બચ્ચનનું સ્વાસ્થ્ય ઠીક થયા બાદ તે ખુદ જ પોતાના ચાહકોને જાણકારી આપશે.


અમિતાભ બોલીવુડના વ્યસ્ત એક્ટર પૈકી એક છે. તેમની ત્રણ ફિલ્મોનું શૂટિંગ પુરી થઇ ચૂક્યું છે, જેમાં ‘ગુલાબો સીતાબો’, ‘ઝુંડ’, ‘ચહેરે’ અને રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ચર્ચિત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ પણ સામેલ છે. આ ફિલ્મનું થોડું શુટિંગ નવેમ્બરમાં કરવામાં આવશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.