સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 76 વર્ષના થઇ ચુક્યા છે.સામાન્ય અને સંયમિત જીવન જીવનારા બિગ બી આજના યુવા કલાકાકારોને ફિટનેસની બાબતમાં પાછળ છોડતા દેખાઈ રહ્યા છે.આઠ થી નવ કલાક કામ કરીને થાકી જનારા યુવાનોને કદાચ એ ખબર નહિ હોય કે અમિતાભજી 16 કલાક કામ કરે છે.એવામાં તેના દરેક ફૈન્સને પણ એ જાણવાની ઉત્સુકતા હશે કે તેઓને પણ શેહનશાનના ફિટનેસના રહસ્યની જાણ થાય. આજે ઈન્ટરનેશલ યોગ દિવસના નિમિતે અમે તમને અમિતાભજીના ફિટનેસ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય વિશેની જાણ કરીશું.

સવારે 5.30 વાગ્યે અમિતાભનાં દિવસની શરૂઆત થાય છે,જણાવી દઈએ કે 76 વર્ષનાં બિગ બી આટલી ઉમરમાં પણ ખૂબ એક્ટિવ રહે છે.અમિતાભ ફિટનેસ ટ્રેનર અને ડાયટીશિયન વૃંદા મહેતાનીં ગાઈડેંસમાં રેગ્યુલર વર્કઆઉટ કરે છે.આ જ કારણ છે કે એ આ ઉમરમાં પણ તે ખૂબ ફિટ છે.અમિતાભ જ્યારે 25 વર્ષના હતા ત્યારે 8 થી 10 કલાકની ઊંઘ લેતા હતા પણ હવે માત્ર 5 થી 6 કલાકની જ ઊંઘ લે છે.
View this post on Instagram
બિગ બી 76 વર્ષની ઉંમરમાં પણ પોતાના વ્યાયામને લઈને ખુબ સજાગ રહે છે. કામનો ભાર અને વધતી ઉંમર પણ તેના રોજના કામને પ્રભાવિત નથી કરી શકતા.અમિતાભ રોજ વ્યાયામની સાથે આઠે યોગા પણ કરે છે.સવારે અમિતાભબજી વોકિંગ ચોક્કસ કરે છે પણ જો કોઈ કારણો સર તે સવારે વ્યાયામ ના કરી શક્યા તો તે સાંજના સમયે જિમ જાવાની પુરી કોશિશ કરે છે.
બિગ બી ના ફૈન ભલે સવારની શરૂઆત ચા કે કોફીની સાથે કરતા હોય પણ તમને જણાવી દઈએ કે બિગ બી ના તો ચા પિવે છે કે ના તો કોફી. ચા અને કોફીમાં વધારે પડતા કૈફીન હોય છે, જે એક ઉંમર પછી ખુબ નુકસાનદાયક સાબિત થઇ શકે છે, તેની સીધી જ અસર મગજ અને યાદશક્તિ પર પડે છે.
બિગ બી ખાવાના ખૂબ જ શોખીન છે પણ તે માત્ર શાકાહારી જ ભોજન લે છે.તે પોતાના કુકીંગ સ્ટાફને સ્ટાફને અલગ અલગ શાકાહારી વાનગી બનવાનું કહે છે, જેમ કે એક દિવસ બંગાળી વાનગી તો એક દિવસ સાઉથ ઇન્ડિયન ડીશ.એક સમય એવો પણ હતો જ્યારે અમતાબજીને જલેબી, ખીર તથા અન્ય મીઠી વાનગીઓ ખુબ જ પસંદ હતી, પણ હવે પોતાના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને લીધે તે આ બધી વસ્તુઓથી દૂર જ રહેવાનું પસંદ કરે છે.

અમિતાભજી ના તો કોઈ કોલ્ડ ડ્રિન્ક લે છે કે ના તો દારૂનું સેવન કરે છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે કોલ્ડ ડ્રિંક્સ અને પેકેટ બંધ ડ્રિંક્સને કાર્બોનેટ કરવામાં આવે છે જેમાં શ્યુગરની માત્રા વધારે પ્રમાણમાં હોય છે,જે સ્વાસ્થ્ય માટે ખુબ નુકસાનદાયક હોય છે.
એક ઇન્ટરવ્યૂમાં અમિતાભજીએ કહ્યું હતું કે પીવાના નામ પર તેને લીંબુ પાણી પીવું ખુબ જ પસંદ છે.પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે અને લીંબુ પાણી તમારા પાચન અને પેટને સ્વસ્થ રાખે છે.આ સિવાય ઐશ્વર્યા રાઈએ પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પરિવારના દરેક સભ્યો સ્વાસ્થ્યમંદ રહેવા માટે રોજ એક ચમચી મધ ચોક્કસ લે છે.

આટલી ઉંમરે પણ અમિતાભજી ફિલ્મોમાં એક્ટિવ છે અને એકથી એક બેસ્ટ ફિલ્મો આપી રહ્યા છે. જલ્દી જ અમિતાભ બચ્ચન ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળી શકે તેમ છે. ફિલ્મમાં રણબીર કપૂર અને આલીયા ભટ્ટ પણ ખાસ કિરદારમાં જોવા મળવાના છે. આ સિવાય અમિતાભજી સામાજિક કાર્યો સાથે પણ જોડાયેલા છે. ફિલ્મોની સાથે સાથે અમિતાભજી પોતાની દરિયાદિલી માટે પણ ચર્ચામાં આવી જાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.