ખબર

આસામ પીડિતોની વહારે આવ્યા બિગ બી, કરી આટલી મોટી મદદ અને લોકોને પણ કરી અપીલ

ફિલ્મો સિવાય અમિતાભ બચ્ચન તેના દરિયાદિલ માટે પણ જાણીતા છે. આપત્તિના સમયે શહીદોના પરિવાને પણ  મદદરૂપ થાય છે. આસામમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. થોડા દિવસ પહેલા અક્ષય કુમાર અને પ્રિયંકા આ પીડિતોનો વ્હારે આવ્યા હતા. ત્યારે અમિતાભ બચ્ચન પણ તેની વ્હારે આવ્યા છે.

Image Source

અમિતાભ બચ્ચને આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને ટ્વીટ કરીને કહ્યું હતું કે, અમિતાભ બચ્ચને મુખ્યમંત્રી રાહતકોશમાં 51 લાખ રૂપિયાની મદદ કરી છે. અમે તેરની સરાહના કરીએ છીએ. આ પરથી ખ્યાલ આવે છે કે બિગ બી લોકોનો કેટલો ખ્યાલ રાખે છે.

મુખ્યમંત્રીના ટ્વીટ પર બીગબીએ લખ્યું હતું કે, આસામ હાલ મુશ્કેલીભર્યા સમય માંથી પસાર થઇ રહ્યું છે. ભારે પૂર્ણ કારણે આસામમાં બહુજ નુકસાન થયું છે. આપણા ભાઈ બહેનોને મદદની જરૂરિયાત છે. મુખ્યમંત્રી રાહત ફંડમાં મેં આર્થિક સહયોગ કર્યો છે. શું તમે કર્યો ?

હજુ પણ આસામમાં પૂરની સ્થિતિ અને વરસાદ ચાલુ જ છે. સોમવારે સુધી પૂર્ણ કારણે મરવાવાળાની સંખ્યા 67 થઇ ગઈ હતી. જયારે વન વિભાગ દ્વારા 187 જાનવર મૃત્યુ પામ્યા છે.

Image Source

આ પહેલા અક્ષયકુમારે પણ આસામના પૂરપીડિતો માટે 1 કરોડ અને કાઝીરંગા રાષ્ટ્રીય ઉધાન માટે 1 કરોડની સહાય કરી હતી. તો પ્રિયંકા ચોપરાએ પણ અપીલ કરી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks