ખબર ફિલ્મી દુનિયા

બોલીવુડમાં એક પછી એક અભિનેતાઓની દરિયા દિલી આવી રહી છે સામે, હવે અમિતાભ બચ્ચને પણ કર્યું આ મોટું કામ

કોરોના વાયરસની અચાનક આવી પડેલી મહામારીનો સામનો ઘણા લોકો કરી રહ્યા છે, ઘણા લોકો આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યા છે, તો કોઈ પોતાની રોજી રોટી ખોઈ બેઠું છે, તો કેટલાકને સમય ઉપર જમવાનું પણ નથી મળી રહ્યું તો ઘણા લોકો કામ કરવા માટે બીજા રાજ્ય અથવા શહેરમાં ફસાય છે તેમને પણ પોતાના વતન પહોંચવું છે,

Image Source

ત્યારે આ બધાની મદદે બોલીવુડના ઘણા બધા  સેલેબ્રિટીઓ આગળ આવ્યા છે, આપણે થોડા દિવસથી અભિનેતા સોનુ સુદની દરિયા દિલીના તો દર્શન કર્યા જ તેમને ઘણા લોકોને પોતાના વતન પહોંચવામાં મદદ કરી, અને હવે અમિતાભ બચ્ચન પણ આ યાદીમાં આવી ગયા છે.

Image Source

અમિતાભ બચ્ચને તેમના ઓફિસના લોકોને એવો આદેશ આપ્યો છે કે તે મજ઼દૂરોની દરેક પ્રકારે મદદ કરે. બચ્ચનના આમ કહ્યા બાદ જ તેમની એબી કોર્પ લિમિટેડના એમડી રાજેશ યાદવ જરીરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે. અમિતાભ સાથે જોડાયેલા એક સૂત્ર પ્રમાણે અમિતાભ બચ્ચન તરફથી હાજીઅલી ટ્રસ્ટ અને પીર મખદૂમ ટ્રસ્ટની સાથે મળી અને તેમની ટિમ જરીરિયાતમંદ લોકોને 4500 પકાવેલા ખાવાના પેકેટ આપી રહી છ. આ સિવાય પણ તેમની ટિમ 1000 રાશનના પેકેટ દરરોજ વહેંચે છે.

Image Source

અમિતાભ બચ્ચનની ટિમ મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં જેવા કે હાજી અલી દરગાહ, અનટોપ હિલ, ધરાવી, જુહી જેવી જગ્યાઓ ઉપર ઓરજ જમવાનું વહેંચી રહી છે. આ સિવાય પણ સ્થાનીય અધિકારીઓની મદદ દ્વારા બચ્ચનની ટિમ દ્વારા ઘણી જ મોટી સંખ્યામાં માસ્ક અને સૅનેટાઇઝર પણ વહેંચવામાં આવી રહ્યા છે.

Image Source

આ સાથે જ બિગ બીની ટિમ દ્વારા હોસ્પિટલો, બીએમસી કાર્યાલય, પોલીસ સ્ટેશન ઉપરાંત અંતિમ સંસ્કાર સ્થાન ઉપર લગભગ 20 હજારથી પણ વધારે પીપીઈ કીટ પણ વહેંચવામાં આવી રહી છે. આ સીવ્યા પણ તેમની ટિમ 9મે પછી રોજ 2000 ડ્રાયફ્રુટ પેકેટ, 2000 પાણીની બોટલો અને 1200 જોડી ચપ્પલ પણ પ્રવાસી મજૂરોને આપી રહ્યા છે.

Image Source

સોનુ સુદની જેમ અમિતાભ બચ્ચનની ટિમ દ્વારા પણ ગુરુવારના રોજ 10થી પણ વધારે બસોમાં પ્રવાસી મજૂરોને પોતાના વતન યુપીમાં મોકલ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.