ખબર

2100 ખેડૂતોનુ દેવું ચૂકવ્યા બાદ હવે અમિતાભ બચ્ચને કર્યું અધૂરું વચન પૂરું, શહીદોના પરિવારને આપ્યા ચેક

અમિતાભ બચ્ચને કેટલાક દિવસો પહેલા જ બિહારના 2100 ખેડૂતોનું દેવું ચૂક્યું હતું, ત્યારે તેમને આ વાતની જાહેરાત પણ કરી હતી કે પુલવામાના શહીદોના પરિવારોને પણ તેઓ આર્થિક સહાય કરશે. હવે તેમને આ વચન પણ પૂરું કર્યું છે. અમિતાભ બચ્ચને પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પરિવારોને મુંબઈ બોલાવીને આર્થિક મદદ કરી છે.

Image Source

મુંબઈમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમિતાભ બચ્ચને શહીદોના પરિવારોને 5-5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી. આ દરમ્યાન તેમની દીકરી શ્વેતા અને દીકરો અભિષક પણ હાજર રહયા હતા અને કેટલાક પોલીસ અધિકારીઓ પણ સામેલ થયા હતા.

Image Source

આ સમયની કેટલીક તસવીરો શેર કરતા અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું કે ‘તેઓ ઉદાસ આવ્યા… તેઓના ચહેરા પર જીવનની નિરર્થકતા હતી. તેઓએ પોતાનાને ગુમાવ્યા છે… પતિ, ઘરનો દીકરો… કેટલીક મહિલાઓ બાળકો સાથે આવી, કેટલાક મા બનવાની છે. આ એ 40 બહાદુર જવાનોના પરિવારો છે, જેમને પુલવામામાં થયેલા આતંકી હુમલામાં પોતાનો જીવ આપ્યો.’

Image Source

અમિતાભ બચ્ચને જણાવ્યું કે શહીદોના પરિવારોના નામ અને સરનામા જાણવામાં થોડો સમય લાગ્યો પણ તેમના પ્રયાસો સફળ રહયા. આ કાર્યક્રમ પહેલા અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું હતું કે ‘હજુ એક વચન પૂરું કરવાનું છે. પુલવામા આતંકી હુમલામાં જે બહાદુર લોકોએ દેશ માટે પોતાનો જીવ આપ્યો તેમના પરિવાર અને પત્નીઓને આર્થિક રૂપથી મદદ કરવાની છે, સાચા શહીદ.’

Image Source

આ પહેલા તેમને ખેડૂતોનું દેવું ચુકવવાણી જાણકારી આપતા લખ્યું હતું, ‘જે વચન આપ્યું હતું એ પૂરું કરી દીધું છે.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks