મનોરંજન

જાણો કેમ સ્વરૂપવાન એર હોસ્ટેસ શહેનશાહ અમિતાભ પર ગુસ્સે થઈ…અમિતાભે શેર કર્યો અનુભવ

લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ-11માં અમિતાભ બચ્ચનને એક ફ્લાઇટથી જોડાયેલા કિસ્સા વિષે વાત કરી હતી. સોમવારે કોલકાતામાં બેંકમાં ક્લાર્કના હોદ્દા પર કામ કરનારી શર્મિષ્ઠા ડે ફાસ્ટેસ્ટ ફિંગરમાં જલ્દી જવાબ આપીને હોટ સીટ સુધી પહોંચી હતી.

શો દરમિયાન અમિતાભ બચ્ચને શર્મિષ્ઠાને સવાલ પૂછ્યો હતો કે, કોને હિન્દીમાં વિમાન પરિચારિકા કહે છે? શર્મિષ્ઠાએ આ સવાલનો સાચો જવાબ આપ્યો હતો એર-હોસ્ટેસ. આ બાદ બિગ બીએ કહ્યું હતું કે, એર હોસ્ટેસ વિમાનમાં જરુરતોનું જ ધ્યાન નથી રાખતી પરંતુ મુસાફરોની મદદ કરે છે. જો કોઈ મુસાફર ઊંઘમાં નસકોરા બોલાવતું હોય તો તેને પણ ટોકે છે.

આ શો,આ બિગ બીએ જણાવ્યું હતું કે, કયારેક એરહોસ્ટેસ મુસાફરોને લઈને નારાજ પણ થઇ જાય છે. અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, એક વખતે તે ફ્લાઈટમાં જઈ રહ્યા હતા.ત્યારે તેની બાજુમાં બેસેલો પેસેન્જર નસકોરા બોલાવી રહ્યો હતો તેના કારણે બીજા પેસેન્જર પરેશાન થઇ ગયા હતા.

ત્યારે એરહોસ્ટેસ અને અન્ય મુસાફરોએ અમિતાભને સવાલ કર્યો હતો કે, શું આ મુસાફર તમારી સાથે છે ? અમિતાભ બચ્ચને ત્યારે જવાબ આપ્યો હતો કે, પહેલા તો હું ડરી ગયો હતો કે ક્યાંક મારી પર ગુસ્સે ના થાય.બધા લોકો મારાથી નારાજ લાગી રહ્યા હતા, ત્યારબાદ મેં જવાબ જ ના આપ્યો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.