સોમવારથી આખા દેશમાં ગણેશ ઉત્સવની ઉજવણી શરુ થઇ ગઈ છે ત્યારે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ દેશના સૌથી ધનિક અંબાણી પરિવારે ગણેશ ઉત્સવની ઉજવણી ધૂમધામથી કરી હતી. જણાવી દઈએ કે દર વર્ષે અંબાણી પરિવારમાં ગણપતિજીનું સ્વાગત ખૂબ જ શાનદાર રીતે થાય છે. લગ્ન બાદ આ વર્ષે ઈશા અંબાણી અને શ્લોકા મહેતાનો આ પહેલો ગણેશ ઉત્સવ છે.
View this post on Instagram
આ ખાસ પ્રસંગે અંબાણી પરિવારના નિવાસ એન્ટિલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગણપતિ બાપાના દર્શન કરવા માટે બોલિવૂડ અંબાણી પરિવારના ઘરે પહોંચ્યું હતું. આમિર ખાન, રણબીર કપૂર, રેખા, અમિતાભ બચ્ચન, કરણ જોહર આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત જેવી બોલિવૂડની હસ્તીઓ અંબાણી પરિવારના ઘરે ગણપતિજીના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા.
View this post on Instagram
અંબાણી પરિવારના ઘરે યોજાયેલા આ પ્રસંગે અમિતાભ બચ્ચન અને રેખા પણ પહોંચ્યા હતા. અમિતાભ પોતાની પત્ની અને દીકરા અભિષેક સાથે જોવા મળ્યા હતા, તો રેખા પણ પોતાના એવર ગ્રીન અંદાજમાં એકલી જોવા મળી. આ સમયે બધાની જ નજરો અમિતાભ રેખા પર ટકેલી રહી હતી. જો કે બંને એકબીજાની સામે આવવાથી બચતા હતા.
એવરગ્રીન બ્યુટી રેખા પણ હંમેશાની જેમાં જ પોતાના જલવા વિખરતા ટ્રેડિશનલ અંદાજમાં પહોંચ્યા હતા. પર્પલ અને ગોલ્ડન કલરની સાડીમાં રેખા હંમેશાની જેમાં જ ખૂબ જ સુંદર જોવા મળી.
View this post on Instagram
#rekha at #ambaniganpati #ganpatifestival2019 #viralbhayani @viralbhayani
ગણપતિના દર્શન કરવા માટે પહોંચેલા રણબીર કપૂરની સાથે તેમની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ આવી હતી. આ સમયે આલિયાએ પીળા કલરની સાડી પહેરી હતી, જયારે રણબીર કપૂરે ગ્રે કુર્તો અને પાયજામો અને સાથે નહેરુ જેકેટ પહેર્યું હતું. રણબીર અને આલિયા બંને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહયા હતા.
View this post on Instagram
#aliabhatt #ranbirkapoor for #ambaniganpati 🔥❤❤❤❤ #viralbhayani @viralbhayani
બોલિવૂડની હિટ ફિલ્મ ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇકના અભિનેતા વિક્કી કૌશલ પણ ટ્રેડિશનલ અંદાજમાં મરૂન કુર્તા, વેસ્ટ કોટ અને સફેદ પાયજામામાં જોવા મળ્યા હતા.
બોલિવૂડ અભિનેત્રી કાજોલ પણ અંબાણી પરિવારના ઘરે ટ્રેડિશનલ અંદાજમાં બ્લેક અને ગોલ્ડન કલરની સાડીમાં જોવા મળી હતી.
અભિનેત્રી અદિતિ રાવ હૈદરી પણ અંબાણી પરિવારના આ ગણેશ ઉત્સવનો ભાગ બની હતી. તેને બેલ્ક કલરનું ફ્લોરલ ગાઉન પહેર્યું હતું.
આમિર ખાન અને માધુરી દીક્ષિત પણ આ પ્રસંગે ગણેશજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. પીચ કલરની સાડીમાં માધુરી ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી, જયારે આમિર ખાને સફેદ કુર્તો-પાયજામો પહેર્યા હતા.
બોલીવૂડના અભિનેતા અર્જુન રામપાલ અને હાલમાં જ તેના બાળકની માતા બનેલી તેમની ગર્લફ્રેન્ડ ગેબ્રિયેલા પણ અંબાણી પરિવારના ગણેશ ઉત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
ગીતકાર જાવેદ અખ્તર અને તેમની પત્ની અભિનેત્રી શબાના આઝમી પણ ટ્રેડિશનલ અંદાજમાં આ ગણેશ ઉત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અભિનેત્રી કૃતિ સેનન પણ અંબાણી પરિવારની આ ઉજવણીમાં સાડીમાં ખૂબ જ સુંદર જોવા મળી.
View this post on Instagram
#kritisanon sizzles in @manishmalhotra05 for #ambaniganpati #viralbhayani @viralbhayani
સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન પણ પોતાની ગર્લ ફ્રેન્ડ જ્યોર્જિયા સાથે આવ્યા હતા, તેમની સાથે અર્પિતાના પતિ આયુષ શર્મા પણ જોવા મળ્યા હતા.
બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફે પણ મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ સ્ટાઈલમાં ગણેશ ઉત્સવમાં હાજરી આપી હતી.
અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ પણ લાઈટ પિન્ક કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.
અભિનેતા સુનિલ શેટ્ટી પણ પોતાની પત્ની સાથે ટ્રેડિશનલ અંદાજમાં જોવા મળ્યા હતા.
View this post on Instagram
અભિનેત્રી કેટરીના કૈફ પણ અંબાણી પરિવારના ગણેશ ઉત્સવમાં ભાગ લેવા આવી પહોંચી હતી. તેને પણ ડિઝાઈનર આઉટફિટ પહેર્યો હતો.
જયારે અભિનેત્રી કરિશ્મા કપૂર અથિયા શેટ્ટી સાથે જોવા મળી હતી. લાલ રંગની સાડીમાં કરિશ્મા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.
View this post on Instagram
#athiyashetty and #karishmakapoor at #ambaniganpati #ganpatifestival2019 #viralbhayani
અભિનેતા નીલ નીતિન મુકેશ પણ પત્ની અને પરિવારના બીજા સભ્યો સાથે અંબાણી પરિવારના ઘરે પહોંચ્યા હતા.
View this post on Instagram
#neilnitinmukesh #namannitinmukesh with family for #ambaniganpati #viralbhayani @viralbhayani
અંબાણી પરિવારના ગણેશ ઉત્સવમાં કરણ જોહર એકદમ જ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા.
અભિનેત્રી વિદ્યા બાલન પણ પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે ટ્રેડિશનલ અંદાજમાં પહોંચી હતી.
માત્ર બૉલીવૂડના જ નહિ પણ ખેલ જગતની હસ્તીઓ પણ આ ઉત્સવમાં સામેલ થઇ હતી. ક્રિકેટર પાર્થિવ પટેલ અને હાર્દિક પંડયા, હરભજન સિંહ પોતાની પત્ની અને દીકરી સાથે તથા સચિન તેંડુલકર પણ પોતાના આખા પરિવાર સાથે ગણેશજીના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા.
નીતા અંબાણી આ પ્રસંગે દીકરી સાથે મીડિયા સામે ફોટો ક્લિક કરતા જોવા મળ્યા. ત્યારે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પણ પત્ની ટીના અંબાણી સાથે ગણેશજીના દર્શને પહોંચ્યા હતા.
એક તસ્વીરમાં નીતા અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે પણ તસ્વીર ક્લિક કરાવતી જોવા મળે છે. જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ અનંત અંબાણીની ખાસ મિત્ર છે.
નોંધનીય છે કે અંબાણી પરિવાર દર વર્ષે હર્ષોઉલ્લાસ અને ધૂમધામ સાથે ગણેશજીનો આ તહેવાર ઉજવે છે. મુકેશ અંબાણીના ઘરે થનાર કોઈ પણ ઉજવણીમાં બોલિવૂડને આમંત્રણ આપવામાં આવે છે.
View this post on Instagram
#nitaambani #ishaambani at their home #ganpati #ganpatifestival2019 #viralbhayani @viralbhayani
મુકેશ અંબાણી ગણેશજીના ખૂબ જ મોટા ભક્ત છે. મુકેશ અંબાણી સિવાય તેમની પત્ની નીતા પણ ઘણા અવસર પર ભારતીય અંદાજમાં તહેવાર ઉજવતા જોવા મળે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks