મનોરંજન

લગ્નની 46મી વર્ષગાંઠે જાણો શા માટે અમિતાભ અને જયાના લગ્ન 24 કલાકમાં જ ગોઠવવામાં આવ્યા હતા

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્નની આજે 46મી વર્ષગાંઠ છે. અમિતાભ બચ્ચને જયા સાથે વર્ષ 1973માં 3 જૂનના રોજ લગ્ન કર્યા હતા. આ પ્રસંગે અભિષેક બચ્ચને પોતાના માતાપિતાની એક તસ્વીર શેર કરી છે અને લખ્યું છે, ‘હેપ્પી એનિવર્સરી પેરેન્ટ્સ. તમને બંનેને ખૂબ જ વ્હાલ. 46 વર્ષ થઇ ગયા અને હજુ પણ આ સફર ચાલુ છે.’

 

View this post on Instagram

 

Happy Anniversary to the parentals! Love you both eternally. #46andcounting

A post shared by Abhishek Bachchan (@bachchan) on

ફિલ્મી પડદા પર સુપરહિટ રહી ચુકેલી જયા બચ્ચન અને બિગ બી અમિતાભ બચ્ચનના લગ્ન પાછળની વાત ખૂબ જ રસપ્રદ છે. તેમના લગ્ન ખૂબ જ અનોખા સંજોગોમાં થયા હતા.

Image Source

અમિતાભ બચ્ચને એક ચેટ સોમા પોતાની અને જયાની પહેલી મુલાકાત અને લવસ્ટોરી વિશે કહ્યું હતું. બિગ બીએ જયાને પહેલી વાર એક મેગેઝીનના કવરપેજ પર જોયા હતા. મેગેઝીન પર જયાને જોતા જ અમિતાભ બચ્ચન ઘણા જ પ્રભાવિત થયા હતા. જયાની આંખો ખૂબ જ સુંદર લાગી હતી.

Image Source

અમિતાભ બચ્ચને જણાવ્યું કે તેઓને હંમેશાથી એવી જ છોકરી જોઇતી હતી જે અંદરથી ટ્રેડિશનલ અને બહારથી મોડર્ન હોય. જયા બિલકુલ એવા જ હતા. આના ઘણા સમય બાદ ઋષિકેશ મુખર્જી ફિલ્મ ગુડ્ડીની સ્ક્રિપ્ટ લઈને અમિતાભ પાસે આવ્યા. આ ફિલ્મમાં અમિતાભ સાથે જયાને કાસ્ટ કરવામાં આવ્યા. અમિતાભ જયા સાથે કામ કરવા માટે ખૂબ જ એકસાઇટેડ હતા. જયાએ જણાવ્યું કે આ પહેલી નજરનો પ્રેમ ન હતો. જયાએ જણાવ્યું કે વર્ષ 1970માં તેઓએ અમિતાભને પહેલી વાર પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં જોયા હતા.

Image Source

તેઓ ફિલ્મમેકર કે. અબ્બાસ અને તેમના આખા ગ્રુપ સાથે ત્યાં પહોંચ્યા હતા. અમિતાભની પર્શનાલીટી જયાને ઘણી પસંદ આવી હતી. એ સમય દરમ્યાન અમિતાભ સંઘર્ષ કરી રહયા હતા જયારે જયા સ્ટાર બની ચુક્યા હતા. આ પછી બંનેની મુલાકાત ગુડ્ડીના સેટ પર થઇ ત્યારે બંને સારા મિત્રો બની ગયા.

Image Source

ગુડ્ડી ફિલ્મ પછી બંનેએ ફિલ્મ એક નજરમાં સાથે કામ કર્યું. આ ફિલ્મ સાથે જ બંનેની પ્રેમકથા પણ શરુ થઇ ચુકી હતી. ફિલ્મ ઝંઝીર દરમ્યાન તેમની પ્રેમકથા વધુ મજબૂત બની. વાત એમ થઇ કે એમના એક કોમન મિત્રએ કહ્યું કે જો આ ફિલ્મ હિટ થઇ તો આપણે બંધ સાથે લંડન ફરવા જઈશું.

Image Source

આ વિશે અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે જયારે મેં આ વિશે માતા પિતાને જણાવ્યું તો તેમને પૂછ્યું કે મારી સાથે બીજું કોણ-કોણ જાય છે? જયાનું નામ સાંભળતા જ તેઓએ કહ્યું કે લગ્ન કર્યા વિના હું તને કોઈ પણ છોકરી સાથે જવા નહિ દઉં. ત્યારે તેમને જયાને પ્રપોઝ કરવાનું વિચાર્યું અને જયારે પણ ઝડપથી હા પડી દીધી હતી.

Image Source

બંને પરિવારને પણ આ સંબંધ મંજૂર હતો. એટલે બંને 3 જૂન 1973ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. અમિતાભ બચ્ચને કહ્યું “પિતાની વાત સાંભળીને મેં કહ્યું ઠીક છે, અમે કાલે જ લગ્ન કરી લઈએ છીએ. અમે બધું જ જલ્દીમાં આયોજન કર્યું અને બીજા જ દિવસે લગ્ન કરીને પછી લંડન જવા માટે નીકળી ગયા.’ આ લગ્નમાં અમિતાભ અને જયાના કેટલાક જ સંબંધીઓ અને મિત્રો સામેલ થયા હતા. ખૂબ જ સાદગીપૂર્વક તેમના લગ્ન થયા હતા.

Image Source

અમિતાભ બચ્ચન અને જયાની જોડીએ ઘણી હિટ ફિલ્મો આપી છે. પણ છેલ્લા ઘણા સમયથી જયા ફિલ્મોથી દૂર છે. છેલ્લે વર્ષ 2001માં ફિલ્મ કભી ખુશી કભી ગમમાં બંને સાથે જોવા મળ્યા હતા. આ પછી તેમના ચાહકોને તેમને ફિલ્મોમાં એકસાથે જોવાની તક નથી મળી.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks