મનોરંજન

જ્યારે ડોક્ટરોએ અમિતાભ બચ્ચનને મૃત જાહેર કર્યો ત્યારે પત્ની જયાના કારણે તેમનો જીવ બચ્યો, જાણો પછી..

ડોક્ટરે જયાને છેલ્લી વખત પતિને જોઇ લેવા કહ્યું… અને પતિની રક્ષા માટે વિઘ્નહર્તાના દ્વારે પહોંચી હતી મિસિસ બચ્ચન

વર્ષ 1982નું વર્ષ અમિતાભ બચ્ચનના કોઇ પણ ફેન્સ આ વર્ષ કેવી રીતે ભૂલી શકે? આ એજ વર્ષ છે જ્યારે અમિતાભ બચ્ચનને ફિલ્મ કુલીના શુટિંગ દરમિયાન ગંભીર ઇજા થઇ હતી. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, અમિતાભ સાજો થઇને ઘરે પહોંચ્યો ત્યારે જયા ગણપતિના દ્વારે દર્શન કરવા ગઇ હતી. ઘટના પણ કંઇક એવી જ ગંભીર હતી. બધાએ આશા છોડી હતી પણ જયાને હતું કે અમિતાભ સાજો થશે.

ઘટના એમ હતી કે, બેંગ્લુરથી લગભગ 16 કિમી દૂર ફિલ્મ કુલીનું શુટિંગ ચાલી રહ્યું હતું. પુનીત ઇસ્સરની સાથે એક ફાઇટ દરમિયાન અમિતાભે ઉછળવાનું હતું. તેની જંપ મિસ ટાઇપ થઇ ગઇ. એટલે કે એકાદ સેકન્ડની ઝડપ કે મોડુ થઇ અને બચ્ચન ખોટી જગ્યાએ લેન્ડ કર્યુ. તે દરમિયાન બે વસ્તુની એક સાથે થઇ હતી. પહેલા પુનીત ઇસ્સરે જે મુક્કો માર્યો હતો તે ફક્ત અડવાનો જ હતો, પરંતુ તે જોરથી વાગી ગયો.

ત્યાં જ બીજી તરફ પાસે પડેલુ ટેબલનું ખૂણો અમિતાભના પેટમાં વાગ્યો અને તેને ગંભીર ઇજા થઇ હતી. આ ઘટના બાદ અમિતાભ શુટિંગ રોકીને હોટલમાં જતા રહ્યાં. પરંતુ જેમ-જેમ સમય પસાર થયો તેને તકલીફ વધવા લાગી. થોડા જ કલાકોમાં હાલત ગંભીર થઇ હોવાથી તેને હોસ્પિટલલાઇઝ કરાવો પડ્યો.

સૌથી પહેલા અમિતાભને બેગ્લોરના સેન્ટ ફિલોમેનાજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાંથી તાત્કાલિક મુંબઇના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે અમિતાભના લગભગ 2 મહિના હોસ્પિટલમાં પસાર કરવા પડ્યા હતા. દેશ દુનિયાભરમાં ફેન્સ તેના માટે ધાર્મિક સ્થળો જઇને પ્રાર્થના કરતા હતા.

આ ઘટના વિશે વાત કરતા અમિતાભે ખુદ જણાવ્યું હતું કે,`આઠ દિવસમાં તેમની 2 સર્જરી થઇ હતી. તેમ છંતા તેમના સ્વાસ્થ્યમાં કોઇ પ્રકારનો સુધારો ન હતો. ડોક્ટરોએ તો તબીયતમા કોઇ સુધારો ન હોવાથી તેમને ડેડ જાહેર કર્યા હતા. આ ઘટનાને ઘણા વર્ષ વિત્યા બાદ આજે પણ પોતાના ચાહકોનો આભાર માને છે.’

વર્ષ 2015માં આ ઘટનાનો ઉલ્લેખ કરતા બચ્ચને લખ્યું હતું કે,”2 ઓગષ્ટ,2015ના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં મારા જીવન પર કાળા વાદળો છવાયા હતા. હું જીવન અને મરણ વચ્ચે ઝુલી રહ્યો હતો. થોડા સમયની અંદર જ બીજી સર્જરી થવાના લાંબા સમય બાદ પણ મને ભાન ન આવ્યું. જયાને આઇ.સી.યુમાં એમ કહીને મોકલવામાં આવી કે,`તમારા પતિનું નિધન થાય તે પહેલા છેલ્લી વખત મળી લો.’ પરંતુ ડો.અદવાડિયાએ એક છેલ્લો પ્રયત્ન કર્યો. તેમણે એક પછી એક ઘણા કોર્ટિસન ઇન્જેક્શન લગાવ્યા. ત્યાર બાદ કોઇ ચમત્કાર થઇ ગયો. મારો પગનો અંગૂઠો હલ્યો અને આ વસ્તુ પહેલા જયાએ જોઇ અને બુમ પાડી- `જુઓ, તે જીવે છે.'”

અમિતાભ ભાનમાં આવ્યા પછી 2 મહિના બાદ ઘરે પહોંચ્યા હતા. 24 સપ્ટેમ્બર, 1982ના રોજ એમ્બેસેડર કારમાં પોતાના ઘરે પહોંચ્યા હતા. બચ્ચને કહ્યું કે,`તે વખતે પહેલીવાર પિતા હરિવશંરાય બચ્ચનની આંખમાં તેમણે આંસુ જોયા હતા, અને તે આંસુ રોકાઇ જ રહ્યા ન હતા.

ગાડીમાંથી ઉતરતા જ પિતા હરિવશંરાય બચ્ચન અને માતા તેજી બચ્ચન તેમને વળગીને ખુબ જ રડ્યા હતા. ખરેખરમાં આ જાદુની જપ્પી હતી. પત્ની જયા પણ ઇશ્વરનો આભાર માનવા સિદ્ધિવિનાયકના દ્વારે ગઇ હતી.’