મનોરંજન

મૃત્યુને હાથતાળી આપીને પરત ફર્યા અમિતાભ ત્યારે દીકરાએ 37 વર્ષ પહેલાની ઘટના વિશે વાત કહી- જાણો વિગત

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન માટે 2 ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે આ જ દિવસે અમિતાભ બચ્ચનને તેમના લાખો ચાહકોના આશાર્વાદથી પુનર્જીવન મળ્યું હતું અને તેઓ મોતને હાથતાળી આપીને પરત ફર્યા હતા. આપણે બધા જ જાણીએ છીએ કે ફિલ્મ કૂલીના સેટ પર અમિતાભ બચ્ચનનો એક્સીડેન્ટ થઇ ગયો હતો, જેમાં તેમની સ્થિતિ ખૂબ જ નાજુક થઇ ગઈ હતી.

આજથી 37 વર્ષ પહેલા 26 જુલાઈ 1982ના રોજ અમિતાભ બચ્ચન બેંગ્લોરમાં ફિલ્મ ફૂલીનું શૂટિંગ કરી રહયા હતા. ત્યારે એક સીનને વધુ રિયાલિસ્ટિક બનાવવા માટે અમિતાભ બચ્ચને સ્ટન્ટ સીન જાતે કરવાનો નિર્ણય કર્યો. આ સીનમાં પુનિત ઈસ્સારે અમિતાભને મુક્કો મારવાનો હતો અને જેવો પુનિતે અમિતાભના મોઢા પર મૂક્કો માર્યો એવા જ અમિતાભ સ્ટીલના ટેબલ પર પડ્યા અને ગબડતા ગબડતા બીજી તરફ જઈ પડયા. આ સમયે બંને આ સીન ખૂબ જ રિયલ લાગ્યો અને અમિતાભના વખાણ કર્યા પણ તરત જ અમિતાભને પેટમાં ખૂબ જ દુખવા લાગ્યું, અને આખી રાત તેમનો દુખાવો વધતો જ રહ્યો અને સવારે તેમની પત્ની જયાને સમજાઈ ગયું કે આ કોઈ નાની ઇજા નથી અને તેમને બેંગ્લોરના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

Image Source

આ વાતની જાણ થતા જ તેમની માતા બે સ્પેશિયાલિસ્ટ ડોકટરને લઈને બેંગ્લોર જવા માટે નીકળયા પણ ત્યાં સુધીમાં તો બેંગ્લોરમાં તેમનું ઓપરેશન થઇ ચૂક્યું હતું. બીજી તરફ ઘટનાના બે દિવસ બાદ પણ તેમની હાલતમાં સુધારો ન થયો પણ હાલત વધુ ખરાબ થઇ ગઈ. ડોકટરો તેમની અસલ પરેશાની સમજી શક્યા નહિ અને પેનકિલર આપીને સારવાર ચાલુ રહી. ત્યારે કોઈ બીજાનો ઈલાજ કરવા માટે આવેલા ડોક્ટરે તેમની તકલીફને સમજીને કહ્યું કે તેમના આંતરડા ફાટી ગયા છે.

ડોક્ટરની ભૂલને કારણે હવે અમિતાભ બચ્ચન મોટાના મોઢામાં પહોંચી ગયા હતા. આંતરડાનું ઇન્ફેક્શન હૃદય સુધી પહોંચી ગયું હતું અને જો આ વધુ ફેલાઈને મગજ સુધી પહોંચી જાય તો તેમના બચવાના ચાન્સીસ ન હતા. આ પછી તેમના પર ફરી એક ઓપરેશન કરવામાં આવ્યું પણ એ પછી તેમની હાલત વધુ ખરાબ થઇ ગઈ અને તેમના બચવાના કોઈ આસાર ન દેખાતા ડોક્ટરોએ તેમના પરિવાર અને બાળકોને બોલાવી લેવા કહ્યું. જેથી છેલ્લી વાર મળી શકાય. પણ બચ્ચન પરિવારે એક્સિડેન્ટના 6 દિવસ બાદ ઈલાજ માટે મુંબઈ લઇ જવાનો નિર્ણય કર્યો.

6 દિવસ બાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા રાતે એરપોર્ટ લાવવામાં આવ્યા અને આ પછી વિમાનની સીટો ઉખાડીને પછી તેમાં તેમને અડધી રાતે મુંબઈ લઇ જવામાં આવ્યા. 7 દિવસ બાદ ગંભીર હાલતમાં અમિતાભને લઈને વિમાન મુંબઈ પહોંચ્યું અને મહામુસીબતે તેમને મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. નવેસરથી તેમનો ઈલાજ શરુ કરવામાં આવ્યો પણ તેમની હાલત ખૂબ જ ગંભીર થઇ ચુકી હતી. મુંબઈ પહોંચ્યા બાદ બે દિવસ બાદ જ ડોક્ટરોએ અમિતાભનું ઓપરેશન કર્યું કારણ કે તેમના આંતરડામાંથી પસ નીકળી રહ્યું હતું.

Image Source

અમિતાભની ખરાબ હાલતના સમાચાર સાંભળ્યા બાદ રાજીવ ગાંધી અમેરિકાનું મુલાકાતને અડધે છોડીને આવી ગયા. અને બે દિવસ બાદ ઇન્દિરા ગાંધી પણ મળવા આવ્યા હતા. બે દિવસ બાદ પણ તેમના આંતરડામાંથી પસ નીકળું બંધ ન થયું તો લંડનથી ડોક્ટરોને બોલાવવામાં આવ્યા, અને તેઓ ખાસ ઉપકરણો અને દવાઓ સાથે તેઓએ અમિતાભનું ત્રીજીવાર ઓપરેશન કર્યું અને તેમના આંતરડાના ઘણે એક ખાસ ટેક્નિક સાથે સૂકવીને જોડી દીધા.

Image Source

બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં 10-12 ડોક્ટરોની ટિમ તેમને મોટાના મોખમાંથી બહાર કાઢવા માટે મથી રહી હતી. આ દરમ્યાન તેમની તબિયત ખૂબ જ ખરાબ થઇ, ઘણીવાર તેઓના શ્વાસ બંધ થયા અને ફરી ચાલુ થયા. એવું જ લાગતું કે તેઓ હવે નથી રહયા અને પછી તેમની જીવ ફરી આવતો હતો. અને આખરે આજે તેઓ આપણા બધાની વચ્ચે સ્વસ્થ રીતે જીવી રહયા છે.

Image Source

એટલે જ 2 ઓગસ્ટને અમિતાભ બચ્ચન પોતાનો બીજો જન્મદિવસ ગણાય છે. એ જ દિવસે તેમને નવું જીવન મળ્યું હતું. અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ શર કરીને લખ્યું, ’37 વર્ષ પહેલા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં. મારા પિતા ફિલ્મ કુલીના સેટ પર થયેલા એક્સિડેન્ટથી સાજા થઇ રહયા હતા. આ દિવસને અમે તેમના બીજા જન્મદિવસ તરીકે માનીએ છીએ. કારણ કે આ જ દિવસે ડોક્ટર્સે ચમત્કારિક રીતે તેમને પુનર્જીવિત કર્યા હતા.’ આ તસ્વીરમાં હોસ્પિટલના બેડ પર અમિતાભ બચ્ચન અને તેમની સાથે તેમની દીકરી શ્વેતા અને દીકરો અભિષેક જોવા મળી રહયા છે.

ત્યારે ખુદ અમિતાભ બચ્ચને પણ પોસ્ટ શેર કરીને લખ્યું, ‘ઘણા લોકો આજે પણ આ દિવસને ખૂબ જ પ્રેમ, સન્માન અને પ્રાર્થના સાથે યાદ રાખે છે. હું માત્ર એટલું જ કહી શકું છું કે હું મારી સાથે આવા વિચારોને રાખવા માટે ધન્ય છું. આ જ પ્રેમ છે, જેને હું રોજ પોતાની સાથે રાખું છું. આ એવું ઋણ છે, જેને હું ક્યારેય નહિ ચૂકવી શકું.’

અમિતાભ બચ્ચન જલ્દી જ ફિલ્મ ગુલાબો સીતાબોમાં જોવા મળશે અને આ સિવાય તેઓ ચેહરે નામની ફિલ્મમાં પણ જોવા મળશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.