ખબર ફિલ્મી દુનિયા

બિગ બીની એક નાનકડી ભૂલે કરી દીધી મોટી બબાલ, મહેલ પાસે ટોળેટોળાં જામ્યા- જાણો વિગત

મુંબઇમાં મેટ્રો કાર શેડ માટે આરે વન વૃક્ષો કાપવાના વિરોધ પ્રદર્શનમાં હવે બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચને તેમની એક ટ્વિટને કારણે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને એક ટ્વીટમાં મેટ્રોના વખાણ કરતા લોકોને પ્રદુષણ સામે લડવા માટે પોતાના બગીચામાં વૃક્ષો લગાવવાની સલાહ આપી, જેના કારણે અમિતાભ બચ્ચને હવે લોકોની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમિતાભ બચ્ચનની આ ટ્વીટ પર જ ફિલ્મ નિર્માતા અશોક પંડિતે તેમને આ સવાલ પૂછ્યો કે શું તેઓ 2700 વૃક્ષો કાપીને મેટ્રો બાંધકામના પક્ષમાં છે? અમિતાભ બચ્ચનની આ ટ્વિટથી ગુસ્સે ભરાયેલા લોકો જુહુના બંગલા ‘જલસા’ ની બહાર એકઠા થયા અને તેમનો વિરોધ કરી રહયા છે.

Image Source

જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચને ટ્વીટ કરી હતી કે, ‘મારા એક મિત્રને મેડિકલ ઇમરજન્સી હતી અને તેણે કારમાં જવાને બદલે મેટ્રોથી જવાનું નક્કી કર્યું. મારો મિત્ર મેટ્રોની સુવિધાથી ખૂબ પ્રભાવિત થયો. તેણે કહ્યું મેટ્રો ખૂબ જ ઝડપી અને સુવિધાજનક છે. આ પ્રદૂષણનું સમાધાન છે. આપણે વધુને વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ. મેં મારા બગીચામાં ઘણાં વૃક્ષો ઉગાડ્યાં છે. શું તમે છોડ રોપ્યા? ‘

ત્યારે ફિલ્મ નિર્માતા અશોક પંડિતે અમિતાભ બચ્ચનને ટેગ કરતા તેમની ટ્વીટ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ‘અમિતાભ બચ્ચન સર, અમે જંગલ બચાવવા માટે તમામ કોશિશો કરી રહ્યા છીએ. હું તમારી પાસેથી જાણવા માંગું છું કે શું તમે આરે જંગલમાં મેટ્રો નિર્માણના પક્ષમાં છો. જ્યારે આપણી પાસે અન્ય વિકલ્પો છે ત્યારે આપણે 2700 વૃક્ષોને કેમ કાપવા જોઈએ?’

અમિતાભ બચ્ચન અને અશોક પંડિતની આ ટ્વિટ પર લોકો ઘણી કૉમેન્ટ્સ કરી રહયા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહયા છે. ‘આરે બચાવો’ અભિયાનમાં સામેલ લોકો તેમના ઘરની સામે વિરોધ પ્રદર્શન માટે પહોંચી ગયા. અમિતાભ બચ્ચનની ટ્વિટથી ગુસ્સે ભરાયેલા લોકો તેમના જુહુના બંગલા ‘જલસા’ ની બહાર એકઠા થયા. જુહુના રહેવાસી રેગન ક્રિડોએ કહ્યું કે આ પ્રદર્શન પ્લાન કર્યું ન હતું. તેમણે કહ્યું, ‘અમે સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે બગીચો જંગલની જગ્યા ન લઈ શકે.’ જયારે એક એક્ટિવિસ્ટ જોરૂ ભાથેનાએ કહ્યું, ‘બચ્ચનજી મેટ્રોને પ્રમોટ કરી રહ્યા છે. અમે પણ તેના સમર્થનમાં છીએ, પરંતુ વૃક્ષો અને બગીચા વિશે વાત કરીને તેમણે આરેના મુદ્દાને નાનો કરી દીધો છે. હું તેમણે વિનંતી કરું છું કે આરેના જંગલ અને પોતાના બગીચા વચ્ચેનો તફાવત સમજવા માટે આરે જાય.’

Image Source

તેમની ટ્વિટ પર એક યુઝરે સવાલ કર્યો છે કે મુંબઈ જેવા શહેરમાં જ્યાં મોટાભાગના લોકો ફ્લેટમાં રહે છે, તેઓ મેટ્રોના બચાવમાં બગીચામાં ઝાડ રોપવાની સલાહ કેવી રીતે આપી શકે છે. ત્યારે બીજા એક યુઝરે આરેના 9 ચિત્તાઓ પર ચિંતા ચિંતા વ્યક્ત કરી અને પૂછ્યું કે શું તેમને બિગ બીના બગીચામાં કોઈ સ્થાન મળશે. તેને લખ્યું – ‘વૃક્ષો કાપી નાખો, જંગલી પ્રાણીઓ બહાર આવશે, તેમણે માનવભક્ષી જાહેર કરી દો અને પછી ઓફિશિયલી તેમની હત્યા કરી દો, જે રીતે અવનીને મારી દેવામાં આવી.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks