મનોરંજન

સોનુ સુદ બાદ હવે ગરીબ મજૂરોની ખજાનો ખોલ્યો અમિતાભ બચ્ચનએ, જુઓ કેવી જબરદસ્ત રીતે મદદ કરી દીધી

હાલ આખો દેશ કોરોના જેવી મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. બૉલીવુડ એક્ટર સોનુ સુદ આ સંકટના સમયમાં મજૂરો માટે ભગવાન બનીને આવ્યો છે. સોનુ સુદ લગાતાર મજૂરોને ઘરે પહોંચાડવાનું કામ કરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં તેના વખાણ પણ કરવામાં આવે છે. હવે ખબર આવી રહી છે કે સોનુ સુદ બાદ અમિતાભ બચ્ચન પણ મૂજરોને તેના ઘરે પહોંચાડવા માટેની મહેનત કરી રહ્યા છે.

Image source

અમિતાભ બચ્ચન જલ્દી જ મજૂરોની 10 બસ ઉત્તરપ્રદેશ માટે રવાના કરશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર,અમિતાભ બચ્ચનને મજુરોને તેની કઠિન યાત્રાને આસાન બનાવવામાં મદદ કરી છે. ગામમાં ચાલતા જતા મજૂરો માટે ફૂડ પેકેટ, પાણી બોટલ અને ચંપલની મદદ કરી રહ્યા છે. ઘણા પ્રયાસ બાદ આ ગુરુવારે 10થી વધુ બસો ઉત્તરપ્રદેશ મોકલવામાં આવશે. આ બસો હાજીઅલીથી મોકલવામાં આવશે.

Image Source

અમિતાભ બચ્ચન સાથે જોડાયેલા એક સૂત્રએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાજી અલી ટ્રસ્ટઅને પીર મખદૂમ સાહેબ તટ્રસ્ટ સાથે મળીને અમિતાભ બચ્ચન સાથે દરરોજના 4500 ફૂડ પેકેટ આપવાનું શરૂ કર્યું છે. 28 માર્ચ બાદ મુંબઈના અલગ-અલગ વિસ્તાર જેવા કે, હાજી અલી દરગાહ, અન્ટોપ હિલ, ધારાવી, જુહુ પર દરરોજના 4500 પેકેટ નું વિતરણ કરે છે. તો એજન્સીઓ અને લોકલ અધિકારીઓના સહાય સાથે અમિતાભ બચ્ચનની ટીમે અત્યાર સુધીમાં ઘણા માસ્ક, સેનિટાઇઝર અને 20 હજારથી વધુ પીપીઈ કીટ્સ હોસ્પિલમાં વેચી છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

હાલમાં જ અમિતાભ બચ્ચનનું ગીત ‘ગુજર જાએગા’ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શામેલ થવા જઈ રહ્યું છે. આ ગીતમાં અલગ-અલગ ક્ષેત્રોના 60થી વધુ સેલિબ્રિટીઓ એક સાથે જોવા મળી રહ્યા છે. આ ગીતમાં અમિતાભ બચ્ચન નરેટરની ભૂમિકા નિભાવતો નજરે ચડે છે. 50 સિંગર્સ આ ગીતનો હિસ્સો બન્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.