જીવનશૈલી

જાણો એવું તે વળી શું ખાસ છે કે, અમિતાભથી લઈને અંબાણી સુધીના મહાનુભાવો પીવે છે આ ડેરીનું દૂધ…

આ ડેરીના ફાર્મમાં 24 કલાક ચાલે છે મ્યુઝિક, અંબાણીથી લઈને અમિતાભ, અક્ષય કુમાર આ તબેલાનું પીવે છે દૂધ

દૂધની જરૂર તો દરેક વ્યક્તિને પડે જ છે. તમારા ઘરમાં પણ દૂધ કોઈ દૂધવાળા કાકા લાવતા હશે કે પછી તે ડેરીમાંથી આવતું હશે. દૂધના ભાવ તો તમે જાણો જ છો ને! પણ શું તમને ખબર છે કે જે સેલિબ્રિટીઝ કરોડો રૂપિયાની કમાણી કરે છે તેઓ પણ આ જ દૂધ પીવે છે?

તો આજે અમે તમને ભારતના સેલિબ્રિટીઝ અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, મુકેશ અંબાણી, ઋત્વિક રોશન જેવા ઘણા મોટા સેલિબ્રિટીઝ વિશે જણાવીશું કે તેઓ કયું દૂધ પીવે છે. આ બધાનું દૂધ ‘ભાગ્યલક્ષ્મી’ ડેરીમાંથી આવે છે આ ડેરી ખુબ જ હાઈટેક છે અને અહીં ઉચ્ચ ગુણવતાવાળું દૂધ મળે છે જેને લીધે આ સેલિબ્રિટીઝ લોકોએ આ ડેરીને પસંદ કરી છે.

Image Source

26 એકરમાં બનેલું છે આ ડેરી ફાર્મ:

મહારાષ્ટ્રના પુણેમાં સ્થિત ભાગ્યલક્ષ્મી ડેરી ફાર્મના માલિકનું નામ છે દેવેન્દ્ર શાહ. દેવેન્દ્ર પોતાને ભારતના સૌથી મોટા ગોવાળ માને છે. એક સમયે કપડાનો બિઝનેસ કરી રહેલા દેવેન્દ્રએ આજે ડેરીનો આટલો મોટો વ્યવસાય શરૂ કર્યો છે. પ્રાઇડ ઓફ કાઉના નામથી 145 કસ્ટમરની સાથે દેવેન્દ્રએ આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. દેવેન્દ્ર શાહે પોતાના 26 એકડમાં બનેલા ડેરી ફાર્મ પર 150 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

Image Source

દેવેન્દ્રની પાસે આજે મુંબઈ અને પુણેમાં લગભગ 22000 કસ્ટમર છે. જાણકારી અનુસાર, આ ડેરીના દૂધની ઉચ્ચ ગુણવતાને લીધે દૂધની કિંમત પ્રતિ લીટર લગભગ 150 રૂપિયા છે.

એક ગાયની કિંમત છે આટલી: દેવેન્દ્ર શાહના ફાર્મ પર 4000 ડચ હોલ્સટીયન ગાયો છે. ભારતીય ગાયોની કિંમત જ્યાં 80 થી 90 હજાર હોય છે જયારે આ ડચ હોલ્સટી ગાયોની કિંમત 1.75 થી 2 લાખ રૂપિયા સુધીની છે. ડેરીમાં દરેક દિવસ લગભગ 25 હજાર લીટર દૂધનું પ્રોડક્શન થાય છે.

Image Source

આ ડેરીમાં ગાયોને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે છે, અહીંની ગાયો માત્ર આરઓનું જ પાણી પીવે છે. અહીં ગાયો માટે રબ્બર મેટ પણ પાથરેલું છે, અને તેને રોજ 3 વાર સાફ કરવામાં આવે છે. આ સિવાય ફાર્મમાં 24 કલાક મ્યુઝિક ચાલતું રહે છે. ખાવામાં ગાયને સોયાબીન, આલ્ફા ઘાસ, મોસમી શાકભાજીઓ અને મકાઈનો ચારો આપવામાં આવે છે. સાથે જ આ ફાર્મમાં પ્રવેશ કરતા પહેલા પગ પર પાવડરથી ડિસઇન્ફેક્શન છે. આ ડેરી ફાર્મમાં દર વર્ષે 7-8 હજાર પર્યટકો ફરવા માટે આવે છે.

Image Source

મશીનો દ્વારા થાય છે દરેક કામ: આ ડેરી ફાર્મ પર દરેક કામ ઓટોમેટિક થાય છે. દૂધ નીકળવાથી લઈને પેકેજીંગ સુધીના કામમાં માણસોની મદદ લેવામાં નથી આવતી અને બધું જ કામ ઓટોમેટિક મશીનો દ્વારા થાય છે. સાથે જ ગાયોના વજન અને તેના ટેમ્પ્રેચર પર પણ નજર રાખવામાં આવે છે. રોજનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે. અને કોઈ સમસ્યા પર તેને તરત જ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે.

Image Source

દૂધ પાઇપ દ્વારા સાઈલોજમાં અને પછી પોશ્ચ્યુરાઇઝડ થઈને બોટલોમાં બંધ કરવામાં આવે છે. અહીં મશીનો દ્વારા એકવારમાં 50 ગાયોનું દૂધ કાઢવામાં આવે છે અને તેમાં 7 મિનિટનો સમય લાગે છે. ગાયમાંથી દૂધ કાઢીને પેકીંગ કરીને ગ્રાહકો સુધી પહોંચાડવાની આ આખી પ્રક્રિયામાં કશે પણ માણસનો હાથ દૂધને અડતો નથી. આ ડેરીમાં 54 લીટર સુધી દૂધ આપતી ગાય પણ છે.

દીકરી છે માર્કેટિંગ હેડ: આ કંપનીની માર્કેટિંગ હેડ દેવેન્દ્ર શાહની દીકરી અક્ષાલી છે તે જણાવે છે કે પુણેની ડેરીથી દૂધને ફ્રીઝીંગ ડિલિવરી દ્વારા 163 કિમી દૂર મુંબઈ પહોંચાડવામાં આવે છે. સાથે જ પ્રાઇડ ઓફ કાઉના દરેક કસ્ટમરને એક અલગ લોગઈન આઈડી આપવામાં આવે છે જેના દ્વારા તે પોતાના ઓર્ડરમાં બદલાવ કરી શકે છે કે રદ્દ પણ કરી શકે છે. સાથે જ જગ્યા બદલવા માટેનો ઓપ્શન પણ ઉપલબ્ધ છે.

Image Source

આ સિવાય આ ડેરીની ખાસ વાત એ પણ છે કે જો તમારે આ ડેરીના કસ્ટમર બનવું હોય તો જુના કસ્ટમરનો રેફરન્સ હોવો જરૂરી છે. જુના કસ્ટમરના રેફરન્સ વિના નવા કસ્ટમર નથી બની શકાતું. ઇન્વેસ્ટર રિલેશન સોસાયટીના રિપોર્ટ અનુસાર, 2020 સુધીમાં ભારત ડેરી માર્કેટ 140 બિલિયન ડોલરને પાર કરી જશે. 2013માં આ બજાર લગભગ 70 મિલિયન ડોલરનું હતું.