બોલીવુડના એવર ગ્રીન કપલ્સમાંથી એક અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન આજે તેમના લગ્નની 47મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે તેમના લગ્નની 47મી વર્ષગાંઠ પર, એમને એ દિવસોને યાદ કર્યા જ્યારે તે જયા સાથે લગ્નમાં બંધાયા હતા. આ ખાસ પ્રસંગે તેમણે ચાહકોની સામે એક રહસ્ય ખોલ્યું છે. બિગ બીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેમણે કેવી રીતે જયા સાથે લગ્ન કર્યા. બંનેની લવ સ્ટોરી વિશે વાત કરવામાં આવે તો તે કોઈ ફિલ્મની કહાણીથી ઓછી નથી.

અમિતાભ બચ્ચને પોતાના લગ્નની તસ્વીરો શેર કરતા લખ્યું – ’47 વર્ષ… આજે… 3 જૂન 1973..!! અમે નક્કી કર્યું હતું કે જો ઝંઝીર સફળ થશે, તો અમને કેટલાક મિત્રો સાથે પહેલીવાર લંડન જઈશું. મારા પિતાજીએ પૂછ્યું કે કોની સાથે જઈ રહ્યો છે? જયારે મેં એમને જણાવ્યું તો એમને કહ્યું કે તું જતા પહેલા એની (જયા) સાથે લગ્ન કરી લે… નહિ તો ન જા… એટલે… મેં એમની વાત માની..!!’
View this post on Instagram
જણાવી દઈએ કે અમિતાભ અને જયાના લગ્ન આજના જ દિવસે (3 જૂન) વર્ષ 1973માં થયા હતા. ખબરો અનુસાર, તેમની પહેલી મુલાકાત ફિલ્મ ગુડ્ડીના સેટ પર થઇ હતી. જયારે સેટ પર અમિતાભે જયાને જોઈ તો જોતા જ રહી ગયા હતા. એ પહેલી નજરમાં જ એમને પ્રેમ કરી બેઠા હતા.

અમિતાભ અને જયા ઘણી ફિલ્મોમાં એક સાથે જોવા મળ્યા છે. એ સમયે પણ આ બંને બોલીવૂડના સુપરસ્ટાર હતા અને બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. એ સમયે ફિલ્મોમાં એમની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી.

પિતા હરિવંશ રાય બચ્ચનની વાત માનીને અમિતાભે જયા સાથે લગ્ન કરી લીધા. અમિતાભે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ હંમેશાથી જ એક એવી છોકરી સાથે લગ્ન કરવા માંગતા હતા, જે અંદરથી ટ્રેડિશનલ અને બહારથી મોડર્ન હોય અને જયા એકદમ એવી જ હતી. આ જ કારણે અમિતાભ મનમાં જ જયાને પસંદ કરવા લાગ્યા હતા.

બીજી તરફ જયાને પણ અમિતાભની સાદગી પસંદ આવી હતી, એમની સ્ટાઈલથી એમની સાદગીની એ ફેન થઇ ચુકી હતી અને જયારે લગ્ન માટે પિતાજીએ આ શરત મૂકી તો બંને આ સંબંધમાં બંધાવા માટેનો ઇન્કાર ન કરી શક્યા.

અમિતાભ અને જયા બચ્ચનના બે બાળકો છે, શ્વેતા નંદા અને અભિષેક બચ્ચન. અભિષેક બચ્ચનના લગ્ન અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે થયા અને એમની એક દીકરી છે આરાધ્યા. આજે અમિતાભ અને જયાએ ખુશી-ખુશી જીવનના 47 વર્ષ એકસાથે વિતાવી લીધા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.