મનોરંજન

અમિતાબ બચ્ચને શેર કરી દીકરી શ્વેતા નંદાની તસ્વીર,લખ્યું,”એક દિવસ આવી હતી અને હવે આવી થઇ ગઈ”….

મેગાસ્ટાર અને સદીના મહાનાયક અમિતાબ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે.આટલી ઉંમર હોવા છતાં પણ આજે અમિતાબજી ફિલ્મોમાં એક્ટિવ રહે છે અને શાનદાર અભિનય કરતા રહે છે. જો કે અમિતાબજી પોતાની ફિલ્મો કરતા વધારે પોતાની દરિયાદિલીને લીધે વધારે ચર્ચામાં બની રહે છે.અમિતાબજીના પ્રોફેશનલ લાઈફની જેમ જ તેની પર્સનલ લાઈફ પણ ખુબ જ ખુશહાલ છે.મોટાભાગે અમિતાબજી પરિવાર સાથેની તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતા રહે છે,અમિતાબજીની દીકરી શ્વેતા નંદા તેના હૃદયની ખુબ જ નજીક છે. એવામાં હાલમાં જ અમિતાબજીએ શ્વેતા સાથેની એક તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.ફૈન્સ દ્વારા આ તસ્વીરને ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

… daughters are the best .. !!💕especially when she chooses what the Father should wear !!

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

તસ્વીરને શેર કરતા બિગ બી ખુબ જ ભાવુક નજરમાં આવ્યા હતા.તસ્વીરમાં અમિતાબજીની સાથે દીકરી શ્વેતા નંદા પણ દેખાઈ રહી છે, આ તસ્વીર તે સમયની છે જયારે શ્વેતા નાની બાળકી હતી અને અમિતાબજી તેને કપડા પહેરાવી રહ્યા હતા.જયારે બીજી તરફ અમિતાબજીએ શ્વેતા નંદાની અત્યારની તસ્વીર શેર કરી હતી, જે જણાવે છે કે દીકરી કેટલી મોટી થઇ ગઈ છે.

 

View this post on Instagram

 

To the best .. always .. tonight elegance grace and dignity 💕💕

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાબજી અને જયાં બચ્ચન મોટાભાગે શ્વેતાના રેમ્પ શો પર જાતા રહે છે.જે સમયે શ્વેતા રેમ્પ પર હોય છે ત્યારે પિતા અમિતાબજીની ખુશી જોવા લાયક હોય છે.તસ્વીરને શેર કરતા અમિતાબજીએ લખ્યું કે,”એક દિવસ આવી હતી, અને ખબર જ ના પડી ક્યારે આવી થઇ ગઈ…”

 

View this post on Instagram

 

एक दिन ऐसी थी, और पता ही नहीं चला कब … ऐसी हो गयी !

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

એક ઇન્ટરવ્યૂમાં અભિષેક બચ્ચને કહ્યું હતું કે,”અમિતાબજીની સાથે કોઈપણ હોય પણ એક શ્વેતા જ છે જે તેના માટે સૌથી જરૂરી છે, તેના સિવાય અન્ય કોઈ મહત્વ નથી રાખતું.જણાવી દઈએ કે અમિતાબજી છેલ્લી વાર અભિનેત્રી તાપસી પન્નુ સાથે ફિલ્મ ‘બદલા’ માં નજરમાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

एक दिन ऐसी थी, और पता ही नहीं चला कब … ऐसी हो गयी !

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

હાલ અમિતાબજી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળવાના છે, જે વર્ષ 2020 માં રિલીઝ થાવાની છે. આ સિવાય તે ઇમરાન હાશ્મીની સાથે ફિલ્મ ‘ચેહરા’માં પણ જોવા મળી શકે તેમ છે, જે એક થ્રિલર ફિલ્મ હશે, જેની શૂટિંગ અમિતાબજી એ હાલમાં આજ પૂર્ણ કરી નાખી છે.આ સિવાય તે આયુષ્માન સાથે ફિલ્મ ‘ગુલાબો સીતાબો’ માં પણ ખાસ ભૂમિકામાં જોવા મળવાના છે.

ફિલ્મ ગુલાબો સીતાબોની શૂટિંગ પણ શરૂ થઇ ગઈ છે અને ફિલ્મનો અમિતાબજીનો ફર્સ્ટ લુક પણ સામે આવી ગયો છે.આ સિવાય અમિતાબજી એક અન્ય કારણને લીધે પણ ચર્ચામાં આવ્યા હતા કેમ કે તેમણે ફિલ્મ ચેહરાના 14 મિનિટના એક સીનને એક જ શોટ માં પૂર્ણ કર્યો હતો જેને લીધે તેના ડાયરેક્ટર અને સેટ પર હાજર દરેક લોકોએ ખુબ વખાણ કર્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks