ખબર

અમિતા જોશી આપઘાત કેસ: દીકરાએ કહ્યું કે-તમે મારા માટે નોકરી છોડી દો તો અમિતાએ જિંદગી જ છોડી દીધી

શનિવારના દિવસે સુરતના ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઇ અમિતા જોશીએ ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આ કેસમાં દરરોજ નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. હવે અમિતા જોશીના પિતાના આક્ષેપ બાદ વળાંક આવ્યો છે.

અમિતા જોશીના પિતાએ જણાવ્યું હતું કે, અમિતાએ સાસરિયાના ત્રાસની આપઘાત કર્યો હોય આ મામલે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવાની શક્યતા છે. અમિતા અને પતિ વૈભવે પ્રેમલગ્ન કર્યા હતા. અમિતા અને વૈભવે કરાઈ એકેડેમીમાં ટ્રેનિગ દરમિયાન બંનેની મુલાકાત થઇ હતી. આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી. બંનેના એક જ સમાજના હોય પરિવાજનોની સંમત્તિથી 5 ડિસેમ્બર 2014ના રોજ લગ્ન કરી લીધા હતા. અમિતા અને પતિ વૈભવ ભાવનગરમાં કોન્સ્ટેબલ હતા તે દરમિયાન બંનેએ સગાઈ કરી લીધી હતી.

Image source

આ બાદ અમિતાએ પીએસઆઇની પરીક્ષા પાસ થતા પીએસઆઇ બન્યા હતા. અમિતા જોશીની સુરતમાં બદલી થતા વૈભવ પણ બદલી કરાવી સુરત આવી ગયો હતો.આપઘાત કરતા પહેલા અમિતાએ પહેલા પતિ બાદ અંતિમ વીડિયો કોલ દિકરાને કર્યો હતો. જેમાં દિકરાએ કહ્યું કે, મને તારી ખુબ જ યાદ આવી રહી છે. તમે મારા માટે નોકરી છોડી દો. આ બાદ અમિતાને લાગી આવ્યું હતું.

બંનેને નોકરી હોવાને કારણે જૈનમ દાદા-દાદી સાથે રહે છે. દીકરાનું સારી રીતે ધ્યાન રાખી શકાય એ માટે બંને એકબીજાને નોકરી છોડવાનું કહેતા હતા. આ મુદ્દે બંને વચ્ચે ઝઘડા થતા હતા. અમિતાના પિતા બાબુભાઇએ સાસરિયા ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા.

પોલીસને મળી આવેલી અમિતા જોશીની ડાયરીમાં ‘જીવવું અઘરું છે. મારા મોત માટે કોઈ જવાબદાર નથી’ એવું લખી જીવન ટૂંકાવી લીધું હતું.