ક્રેઝી XYZ વાળા અમિત શર્માને ખતરનાક કિંગ કોબ્રાએ માર્યો ડંખ, કહ્યું- લોકોને લાગ્યું હું મરી ગયો..અને પછી..જુઓ આખો વીડિયો

મોતના મુખમાંથી પાછો આવ્યો યુટ્યુબર અમિત શર્મા, ઝેરી કિંગ કોબ્રાએ માર્યો હતો ડંખ, મિત્રો પણ સમજતા હતા પ્રેન્ક, સોશિયલ મીડિયામાં ઉડી મોતની અફવા…જુઓ વીડિયોમાં શું કહ્યું ?

સોશિયલ મીડિયામાં સાપને લઈને રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર લોકો સાપને પકડતા પણ જોવા મળે છે અને તેના વીડિયોને પણ લાખો લોકો જોતા હોય છે. આપણે બધા જ જાણીએ છીએ કે સાપ જો ડંખ મારે તો માણસ પાણી પણ ના માંગે. ત્યારે હાલમાં જ ફેમસ યુટ્યુબર અમિત શર્માને પણ એક સાપે ડંખ માર્યો હતો અને તે પણ કિંગ કોબ્રાએ.

રાજસ્થાનના અલવર શહેરમાં રહેતા લોકપ્રિય યુટ્યુબર અમિત શર્માને થોડા દિવસો પહેલા કોબ્રા સાપે ડંખ માર્યો હતો. પરંતુ જ્યારે તેણે તેના મિત્રોને આ વાત કહી તો તેઓને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે. આ પછી અમિતે પોતાનો કપાયેલો હાથ બતાવ્યો, ત્યારે જ તેના મિત્રોને ખાતરી થઈ. Crazy XYZ યૂટ્યૂબ ચેનલ ચલાવતા અમિત શર્મા તેમના પ્રયોગાત્મક વીડિયો માટે જાણીતા છે. તે ઘણી વખત પ્રૅન્ક વીડિયો પણ બનાવે છે. પરંતુ તાજેતરમાં તેને ઝેરી કોબ્રા સાપ કરડ્યો હતો. આ કારણથી તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ નહોતો.

લાંબા સમયથી વીડિયો ન બનાવવાના કારણે તેના વિશે ઘણા ફેક ન્યૂઝ પણ વાયરલ થયા હતા. પરંતુ હાલમાં જ અમિતે એક વીડિયો બનાવીને સાપ કરડવાની ઘટના વિશે વિગતવાર જણાવ્યું છે. અમિતે વીડિયોમાં જણાવ્યું કે તેને સાપે કેવી રીતે ડંખ માર્યો? અમિતના કહેવા પ્રમાણે, થોડા દિવસો પહેલા જ્યારે તેણે કબાટમાં પડેલી એક બોટલ ઉપાડી ત્યારે તેને અચાનક આંચકો લાગ્યો હતો. તેને વીજ કરંટ લાગ્યો હોય તેવો અનુભવ થયો. બાદમાં જાણવા મળ્યું કે તેને સાપે ડંખ માર્યો હતો.

અમિતે દાવો કર્યો હતો કે સાપને જોઈને અનુમાન લગાવવામાં આવ્યું હતું કે તે કોબ્રા છે અને તે ઝેરી છે. એકવાર લાગ્યું કે જીવન સમાપ્ત થઈ ગયું છે. પરંતુ, તેણે પોતાની જાતને શાંત કરી અને તરત જ તેના મિત્રો પાસે ગયો અને સમગ્ર ઘટના જણાવી. મિત્રોને પણ આ વાત પર વિશ્વાસ ન થયો, તેમને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે. આ પછી અમિતે પોતાનો કપાયેલો હાથ બતાવ્યો, આ જોઈને તેના મિત્રો તેની સાથે હોસ્પિટલ દોડી ગયા. આ દરમિયાન અમિતે તેના મિત્રોને હાથ પર કંઈપણ બાંધવા કહ્યું જેથી ઝેર શરીરમાં ન ફેલાય.

અમિતે કહ્યું કે જ્યારે આ બધું થયું ત્યારે તેના મિત્રો ખૂબ ડરી ગયા હતા. અમિતે જણાવ્યું કે હોસ્પિટલ પહોંચ્યા પછી હાથમાં દુખાવો શરૂ થયો અને તે ધીરે ધીરે માથા સુધી પહોંચી ગયો. ત્યારબાદ ડોક્ટરોએ એન્ટી વેનોમનું ઈન્જેક્શન લગાવ્યું, જેના પછી ઝેરની અસર ઓછી થઈ ગઈ. જો કે ત્રણ-ચાર દિવસ સુધી દર્દની અસર યથાવત રહી. આ વીડિયો દરમિયાન અમિતે તેના ચાહકોનો આભાર પણ માન્યો હતો. વાત કરતાં તે ભાવુક પણ થઈ ગયો હતો.

અમિતે કહ્યું “ઘણા લોકોએ વિચાર્યું કે હું મરી ગયો છું. તેના મોતના સમાચાર ઘણી જગ્યાએ ચાલી રહ્યા હતા. તેણે કહ્યું કે કેટલાક લોકો કહી રહ્યા છે કે તેણે આ બધું સોશિયલ મીડિયાની પહોંચ વધારવા માટે કર્યું છે. તેના જવાબમાં અમિત કહે છે “મારા દરેક વીડિયોને કરોડો વ્યૂઝ મળે છે, આવી સ્થિતિમાં હું આવું કૃત્ય કેમ કરીશ.”

આ દરમિયાન અમિતે લોકોને એક મહત્વની સલાહ પણ આપી હતી કે જ્યારે પણ સાપ કરડે છે, ત્યારે વળગાડ, જડીબુટ્ટીઓની જાળમાં ફસાશો નહીં અને પીડિતને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જાઓ. તેમણે કહ્યું કે સાપ ઝેરી છે કે નહીં, તેના આધારે ડોક્ટર સારવાર કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે સાપ કરડ્યા પછી લોકોએ ગભરાવું જોઈએ નહીં.

Niraj Patel