ખબર

સુશાંતના મોત મામલે ખુદ ભાજપના જ સંસદે ગૃહમંત્રી અમિત શાહ પાસે કરી કડક કાર્યવાહીની માંગ

સુશાંત સિંહ રાજપૂતના નિધનને 15 દિવસથી વધુનો સમય થઇ ગયો છે.અચાનક જ સુશાંતના નિધનથી બધા લોકોને આચંકો લાગ્યો છે. ફેન્સ તો માનવા જ તૈયાર નથી કે, સુશાંત આ દુનિયામાં નથી રહ્યો. સુશાંતના મોત પાછળ નેપોટિઝ્મને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. તો આ મુદ્દે ભાજપના સંસદે ગૃહમંત્રી અમિત શાહને કડક પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by GULSHAN❤️ SUSHANT (@justiceforsushi) on

ઝારખંડના ભાજપના સંસદ નિશીકાંત દુબેએ ગૃહમંત્રી અમિત શાહને કહ્યું હતું કે, આ મામલે કડક તપાસ કરો. આ સાથે જ દેશની ટોપ લેવલની એજન્સી પાસે સુશાંતના મોતની તપાસ કરાવવા માંગ કરી છે.

અમિત શાહને પત્ર લખીને જણાવ્યું હતું કે, બોલિવૂડને એ લોકો નિયંત્રિત કરી રહ્યા છે જેમના સંબંધ માફિયાઓ સાથે છે. ફિલ્મોમાં ગેરકાયદેસર પૈસા વપરાય રહ્યા છે. ઘણા કારણોસર જ સુશાંત જેવા પ્રતિભાશાળી યુવાનોને પરેશાન કરવામાં આવતા આખરે જીવનથી કંટાળીને આત્મહત્યા જેવું પગલું ભરવું પડે છે.

 

View this post on Instagram

 

This Hotie 😍🥵🥺😔💙 #RIPSushantSinghRajput #HeIsForeverInOurHeart ✨

A post shared by 🌹Sushant_Our_Beautiful_Angel 🌹 (@sushant_our_beautiful_angel) on

આ સાથે જ જણાવ્યું હતું કે, હું માગ કરું છું કે સુશાંત સિંહ રાજપૂતની મોત અને તેના કારણો જાણવા માટે CBI, ED, Income Tax, NIA, SIT વગેરેને લઈ તપાસ કરાવવી જોઈએ. ગૃહમંત્રી અમિત શાહને આગ્રહ કરું છું કે આ કેસમાં તપાસ કરાવો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.