ખબર

અમિત શાહ કોરોના રિપોર્ટના અહેવાલોને ગૃહ મંત્રાલયે ફગાવ્યા, જાણો સમગ્ર મામલો

ભારત દેશના ગૃહમંત્રી એટલે કે અમિત શાહે કોવિડ 19 વાયરસ સામે જંગ જીતી લીધી છે જેની માહિતી દિલ્લી ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને સાંસદ મનોજ તિવારીએ Twitterમાં આપી છે. 2nd ઓગસ્ટે ગૃહમંત્રી અમિત શાહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જોકે હજુ સુધી અમિત શાહે પોતે આ વાતની કોઈ જાણકારી આપી નથી પરંતુ મીડિયા અહેવાલ અને મનોજ તિવારીએ કરેલ ટ્વિટ અનુસાર તેઓ હવે કોરોના નેગેટિવ થયા છે.

જો કે અમિત શાહ હજુ હોસ્પિટલમાં જ રહેશે. લગભગ એક બે દિવસમાં બીજી વાર તેમનો ટેસ્ટ કરવામાં આવશે જે બાદ તેમને રજા આપવામાં આવશે. ભાજપ નેતા મનોજ તિવારીએ ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે.

UPDATE

દિલ્હી BJPના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ (Manoj Tiwari)એ આજે રવિવારે ટ્વીટર પર કહ્યું હતું કે, દેશના યશસ્વી ગૃહ મંત્રી અમિત શાહજીનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, પાછળથી ગૃહ મંત્રાલય તરફથી આ જાણકારી આપ્યા બાદ મનોજ તિવારીએ પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું છે.