ખબર

જાણો દેશમાં કયારે થશે લોકડાઉન, અમિત શાહે આપ્યો જવાબ

દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે એક વાર ફરી લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. કોરોનાના મામલાની વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં જે રીતે ઝડપથી કેસ વધી રહ્યા છે તેના પર અમારી નજર બનેલી છે. તેમણે કહ્યું કે જો રાજ્ય સરકારોને લાગે છે કે લોકડાઉનથી ચેન તોડવાનો એક માત્ર વિકલ્પ છે તો તે લોકડાઉન પર વિચાર કરી શકે છે.

અમિત શાહના કહેવા પ્રમાણે 3 મહિનાથી તેમણે પ્રતિબંધો મુકવાનો અધિકાર રાજ્યોને આપી દીધો છે કારણ કે, દરેક રાજ્યની સ્થિતિ એક સરખી નથી. આ સંજોગોમાં રાજ્ય સરકારોએ પોતાની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાનો રહેશે.

અમિત શાહે જણાવ્યું કે, જ્યારે પહેલી વખત લોકડાઉન લાગ્યુ ત્યારે દેશમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ નબળું હતું. પહેલા બેડ્સ, ટેસ્ટિંગ, ઓક્સિજન સહિત અનેક પ્રકારની સગવડો નહોતી. જો કે, હવે કેન્દ્ર અને રાજ્યોની મદદથી ઘણી તૈયારીઓ થઈ ગઈ છે. કોરોના સામે લડવા માટે દરેક રાજ્યોએ પોતાની સ્થિતિ પ્રમાણે જાતે જ નિર્ણયો લેવા પડશે અને કેન્દ્ર સરકાર તેમની પૂરી મદદ કરશે.

અખબારને આપેલા એક ઇન્ટરવ્યુમાં ગૃહમંત્રી અમિતશાહને કોરોનાની દેશમાં ભયાવહ સ્થિતિને જોતા લોકડાઉન અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતા અમિતશાહે કહ્યું હતું કે, સંપુર્ણ લોકડાઉન હાલ કરવું એ ઉતાવળ્યો નિર્ણય હશે, ગત વર્ષે લોકડાઉન કરવાનું કારણ હતું. ગત વર્ષે આપણી પાસે વેક્સિન ન હતું. હાલ અમે દરેક રાજ્યો સાથે સંપર્કમાં છીએ અને રાજ્યોની સ્થિતિ અને સૌની સહમતિ બાદ નિર્ણય લઇશું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે કોરોનાની બીજી લડાઈને રાજ્ય સરકારોની સાથે મળીને લડવાની જરુર છે. તેમણે કહ્યું કે દેશમાં રેમડેસિવર દવા અને ઔક્સિજનની અછત નથી. પીએમ મોદી સતત સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.