ખબર

ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનતા અમિત શાહ આવ્યા મેદાનમાં, મોટી વાત કહી દીધી

આખરે ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં ઉતર્યા અને ખેડૂતો વિશે બોલ્યા- જાણો વિગત

છેલ્લા 5 દિવસથી ભારતમાં ખેડૂતો દ્વારા ઉગ્ર પ્રદર્શન થઇ રહ્યું છે. આ જોઈને ભારતના ગૃહમંત્રીએ તેમને વાતચીત માટે અપીલ કરી હતી, અમિત શાહે ફાર્મર્સને દિલ્હી આવવાનું કહ્યું. સાથે જ ફાર્મર્સની ડિમાન્ડ પર ચર્ચા કરવા પણ સ્વીકાર્યું જોકે ખેડૂતો હજુ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.

અમિતક શાહે કહ્યું છે કે જો ફાર્મર ઈચ્છે કે સરકાર જલ્દી વાત કરે, 3 ડિસેમ્બર પહેલાં વાત કરે, તો મારું તમને આશ્વાસન છે કે, જ્યારે તમે નક્કી કરેલ સ્થળ પર પહોંચી જાઓ છો પછી આગળના દિવસે સરકાર તમારી સમસ્યાઓ અને માગો પર વાતચીત કરવા માટે તૈયાર છે.

વધુમાં તેમને જણાવ્યું કે, જુદી જુદી જગ્યાએ નેશનલ અને હાઈવે પર આપણા ખેડૂત ભાઈ પોતાના ટ્રેક્ટર-ટ્રોલી સાથે આટલી ઠંડીમાં ખુલ્લામાં બેઠા છે. આ તમામને હું અપીલ કરું છું કે દિલ્હી પોલીસ તમને એક મોટા મેદાનમાં સ્થાનાંતરિત કરવા માટે તૈયાર છે, જ્યાં તમને સુરક્ષા વ્યવસ્થા અને સુવિધાઓ મળશે.

તમને જણાવી દઈએ કે, ખેડૂતો સરકાર પાસેથી કૃષિ સંબંધિત બિલના નિયમોને લઈને પાછા લેવાની માગ કરી રહ્યા છે. પંજાબ સ્ટેટની બોર્ડરથી લઈને દિલ્હી હરિયાણા બોર્ડર પર તેમનું આંદોલન ચાલુ છે. ખેડૂતોની ડિમાન્ડ કઈંક એવી છે કે, તેમને જંતરમંતર પર પ્રદર્શન કરવાની છૂટ આપવામાં આવે. પણ સરકારે તેમને દિલ્હીના બુરાડી સ્થિત આવેલા નિરંકારી ગ્રાઉન્ડમાં પ્રદર્શન કરવાની એપ્રુવલ આપ્યું છે.