ખબર

ભારતના વરિષ્ઠ નેતાએ કોરોનાને આપી મ્હાત, ખુદે ટ્વીટ કરીને આપી જાણકારી

ભારતના ગૃહમંત્રી અમિત શાહન કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને તેને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ હાલમાં જઅમિત શાહને લઈને ખુશીના સમાચાર આપ્યા છે.

અમિત શાહે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, તેને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ઈશ્વરનું ધન્યવાદ કરું છું જેને આ સમયે મારા સ્વાસ્થ્ય માટે શુભકામના દીધી અને પરિવારને પડખે ઉભા રહ્યા. તે લોકોનો હું દિલથી આભાર માનું છું. ડોક્ટરની સલાહ પર હું હજુ થોડા દિવસ હોમઆઈસોલશનમાં રહીશ.


જણાવી દઈએ કે, ઘણા રાજકીય નેતા કોરોનાનો શિકાર બન્યા છે. જેમાં ઘણા લોકોએ કોરોનાને મ્હાત આપી છે તો ઘણા લોકો જિંદગીની જંગ હારી ગયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.