તારક મહેતાના બાપુજીએ એવું તો શુ કર્યુ કે પડી ગયા મુશ્કેલીમાં, 1 નિર્ણયએ ઉડાવ્યા હોંશ, સંભાળવુ થયુ મુશ્કેલ

બાપુજીનો રોલ નિભાવવામાં એવી હાલત થઇ કે જાણીને ફેન્સ દુઃખી દુઃખી થઇ જશે, જુઓ

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે.લાંબા સમયથી આ શો દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. તેવું જ શોમાં એક પાત્ર છે બાપુજીનું. શોમાં ચંપકલાલ ગડાનું પાત્ર અમિત ભટ્ટ નિભાવી રહ્યા છે.

અમિત ભટ્ટને લઇને એક ચોંકાવનારી વાત સામે આવી છે. તે પોતે પોતાના પાત્રને લઇને ઉઠાવવામાં આવેલ પગલાને લઇને જે બીમારીનો શિકાર થયા તેના વિશે ખુલાસો કર્યો છે. અમિત ભટ્ટને શોમાં ગાંધી ટોપી લગાવતા જોઇ શકાય છે. પરંતુ ઘણીવાર તેઓ વાળ વગર પણ દેખાયા છે. તમને જાણીને હેરાની થશે કે તેઓએ પોતાના પાત્ર માટે માથાના વાળ ઉતારાવ્યા છે. જો કે, તે બાદ તેમને પરેશાની ઉઠાવવી પડી.

તમને જણાવી દઇએ કે, શોના મેકર્સે તેમને વિગ લગાવવાની સલાહ આપી હતી, પરંતુ અમિત ભટ્ટે રિયાલિટી લાવવા માટે આવું કરવાનો નિર્ણય કર્યો હતો. તેમને દર 2-3 દિવસે વાળ કપાવવા પડતા હતા. વારંવાર રેઝર ચલાવવાને કારણે તેમને સ્કિન એલર્જી થઇ ગઇ. હાલમાં જ ધ મોઇ બ્લોગ યૂટયૂબ ચેનલને આપેલ ઇન્ટરવ્યુમાં અમિત ભટ્ટે જણાવ્યુ કે, શુટિંગ માટે તેમને દર 2-3 દિવસે વાળ કપાવવા પડતા હતા.

તેમણે આગળ જણાવ્યુ કે, મેં લગભગ 280થી વધુ વાર વાળ કપાવ્યા હતા. પરંતુ રેઝર અને બ્લેડ યુઝ કરવાને કારણે મને ખતરનાર એલર્જી થઇ ગઇ. પછી ડોક્ટરોએ મને આવું ન કરવા માટે સલાહ આપી. તેમણે જણાવ્યુ કે જો કે, તેઓએ હજી પણ વિગનો ઉપયોગ નથી કર્યો પરંતુ ગાંધી ટોપી પહેરવા લાગ્યો છુ.

તમને જણાવી દઇએ કે, શોમાં અમિત ભટ્ટ જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના પિતાનું પાત્ર નિભાવી રહ્યા છે. બંનેની ઉંમરમાં 4 વર્ષનું અંતર છે. દિલીપ જોશી અમિત ભટ્ટથી 4 વર્ષ મોટા છે. રિયલ લાઇફમાં અમિત એક રોમેન્ટિક પતિ છે. તેમની પત્ની કૃતિ ભટ્ટ પણ ખૂબસુરતી મામલે કોઇ અભિનેત્રીથી કમ નથી.

Shah Jina