રિયલ લાઈફમાં બાપુજીને બે બે દીકરા છે, સુંદર પરિવારની તસવીરો જોતા જ રહી જશો
ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે દરેક ઘરની પસંદ બની ગયું છે. આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. એવું જ એક દર્શકોને મનગમતું પાત્ર છે આ તારક મહેતાના બાપુજીનું. બાપુજી તેમના આગવા અંદાજથી દર્શકોનું ખુબ જ મનોરંજન કરાવે છે. તે આ શોની શરૂઆતથી જ આ શોમાં જોડાયેલા છે. ત્યારે બાપુજી રિયલ લાઈફમાં સાવ અલગ છે.
તારક મહેતામાં બાપુજી ચંપકલાલનું પાત્ર નિભાવી રહેલા અભિનેતાનું નામ છે અમિત ભટ્ટ. બાપુજી તેમના અસલ જીવનમાં ખુબ જ રોમાન્ટિક છે. તે પોતાની સુંદર પત્ની સાથે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરતા રહે છે.
અમિત ભટ્ટની પત્નીનું નામ છે કૃતિ ભટ્ટ, અને તે ખુબ જ સુંદર છે. કૃતિની સુંદરતા જોઈને તમે પણ કહી ઉઠશો કે આમની આગળ તો ભલભલી અભિનેત્રીઓ પણ ફેલ છે.
કૃતિ તારક મહેતાના શોના સેટ ઉપર પણ આવતી રહે છે. અને તારક મહેતાની ટીમ સાથે પણ તે સારું બોન્ડિંગ ધરાવે છે. એટલું જ નહીં, મહિલા મંડળી સાથે પણ કૃતિની સારી મિત્રતા છે.
કૃતિ અને અમિત ભટ્ટના બે બાળકો છે. અને બંને બાળકો ખુબ જ ક્યૂટ છે. કૃતિ અને અમિતનો એક દીકરો તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ અભિનય કરી ચુક્યો છે. કેટલાક એપિસોડમાં તે ટપ્પુનો મિત્ર બનીને નજર આવ્યો હતો.
અમિત અને કૃતિના બને દીકરાઓનું નામ દેવ અને દીપ છે. દેવ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફની વીડિયો પણ પોસ્ટ કરે છે. જેમાં અમિત અને કૃતિ પણ નજર આવે છે.
અમિત ભટ્ટ પોતાની પત્ની કૃતિ ભટ્ટને ખુબ જ પ્રેમ કરે છે. તેમને થોડા સમય પહેલા જ એક તસ્વીર પોસ્ટ કરતા લખ્યું હતુ કે, “તું મારુ બધું જ છે.”
અમિત અને કૃતિ બંને ફરવાના ખુબ જ શોખીન છે. તેમને નવી નવી જગ્યાઓ ઉપર જવાનો ખુબ જ ક્રેઝ છે. બંને એકબીજાના ટ્રાવેલ પાટર્નર પણ છે. બંને પોતાના પરિવાર સાથે નવી નવી જગ્યાઓ ઉપર ફરવા માટે જાય છે.
અમિત અને કૃતિ ફની વીડિયો પણ ખુબ જ બનાવે છે. જેમાં કૃતિનો સ્ટાઈલિશ અંદાજ પણ જોવા મળે છે. જો કે કૃતિને અભિનય સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ તે અમિત સાથે ઇન્સ્ટા રીલમાં ખાસ જોવા મળે છે.
અમિત ભટ્ટ અને કૃતિ ભટ્ટ બન્ને શોના દયાબેન એટલે કે દિશા વાંકાણીના રિસેપશનમાં પણ પહોંચ્યા હતા. જ્યાંથી પણ તેમને એક તસ્વીર શેર કરી હતી.
View this post on Instagram