મનોરંજન

લોકડાઉનની વચ્ચે પાર્ટી માટે તૈયાર થઇ અમિષા પટેલ, પોતે જ કહી દીધું કે ક્યાં જઈ રહી છે

બોલીવુડની ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’ દ્વારા ચર્ચામાં આવેલી અભિનેત્રી અમીષા પટેલ હાલ ઘણા સમયથી ફિલ્મોથી દુર છે. અમુક જ ફિલ્મોમાં જોવા મળેલી અમિષા પટેલ જો કે સોશિયલ મીડિયામાં ખુબ સક્રિય રહે છે.

એવામાં લોકડાઉન વચ્ચે અમિષા પટેલે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પાર્ટી માટે તૈયાર થતી દેખાઈ રહી છે. લોકડાઉન લાગેલું છે એવામાં ચાહકોના મનમાં પણ એ સવાલ ઉઠી રહ્યો હશે કે આખરે તે આવા સમયે પાર્ટી કરવા ક્યાં અને શા માટે જઈ રહી છે? જેનો જવાબ અમિષા પટેલે જ આપી દીધો છે.અમિષા દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં તે અરીસાની સામે ઉભેલી છે અને પોતાના ચેહરા પર મેકઅપ કરી રહી છે. આ દરમિયાન અમીષાએ કાળા રંગની ટીશર્ટ પહેરી રાખી છે અને તે પુરા પાર્ટીના મૂડમાં દેખાઈ રહી છે. વીડિયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ચાલી રહ્યું છે.

વિડીયો શેર કરવાની સાથે સાથે અમીષાએ લખ્યું કે, શનિવાર રાતની પાર્ટી માટે તૈયાર થઇ રહી છું. તો શું થયું કે હું ક્યાંય જઈ ન શકું પણ સીઢી થી લિવિંગ રૂમમાં તો જઈ જ શકુ છું અને મિત્રો સાથે જુમ એપ પર વાત પણ કરી શકું છું”.કરીના અને અમિષા પટેલે એકસાથે જ ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી પણ આજે બંન્ને સફળતાના અલગ અલગ મુકામ પર છે. જ્યા અમીષાની કહોના પ્યાર હૈ ફિલ્મ સુપરહિટ રહી જ્યારે કરિનાની અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ રેફ્યુજી સુપર ફ્લોપ રહી. પણ આજે કરીના સફળતાના આસમાન પર છે અને અમિષા પેટલનું ફિલ્મી કેરિયર લગભગ ખતમ જ થઇ ચૂક્યું છે.
“કહોના પ્યાર હે” ફિલ્મમાં રીત્વિક રોશન સાથે પ્રખ્યાત થયેલી અભિનેત્રી અમિષા પટેલનું નામ પણ બોલીવુડમાં સારું એવું બન્યું હતું પરંતુ તેના પારિવારિક ઝગડા તેને ફિલ્મી દુનિયાથી દૂર લઇ ગયા. તેના કેરિયરને પણ ખરાબ કરી દીધું જેની સજા આજે પણ અમિષા ભોગવી રહી છે. તેને કેટલીક ફિલ્મો મળી તે છતાં પણ તેને જે નામ કરવું જોઈએ તે ફરી ક્યારેય કરી શકી નહિ.
ફિલ્મ કહોના પ્યાર હૈ અને ગદ્દર જેવી બ્લોક બસ્ટર ફિલ્મથી ધૂમ મચાવનારી એક્ટ્ર્રેસ અમિષા પટેલ હજુ સુધી કુંવારી છે. આજકાલ સોશિયલ મીડિયામાં બોલ્ડ ફોટોને લઈને ટ્રોલ ઠરી રહેતી હોય છે. 42 વર્ષીય અમિષા હજુ પણ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા રાખે છે.

અમીષાએ એક બીજો વિડીયો પણ શેર કર્યો છે જેમાં તે પુરા પાર્ટીના મૂડમાં છે. જેમાં અમીષાએ લખ્યું કે,”આગળની રાતે જુમ ચેટના પહેલા. સકારાત્મક રવિવાર.”

અમિષા પટેલ છેલ્લી વાર વર્ષ 2018 માં આવેલી ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે પ્રીતિ ઝિંટા, સની દેઓલ અને અર્ષદ વારસી પણ મુખ્ય ભૂમિકામાં હતા. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આ સિવાય અમિષા બિગ બૉસ-13 માં ઘરની માલકીન બનીને પણ પહોંચી હતી. તેને કન્ટેસ્ટન્ટ પાસે ઘણા ટાસ્ક પણ કરાવડાવ્યા હતા.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.